Vadodara Thar Accident | વડોદરા (Vadodara) શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગત મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) સર્જાયો હતો. અક્ષર ચોકથી સન ફાર્મા રોડ તરફ જવાના માર્ગ પર એક બેફામ ગતિએ આવતી થાર કારની મહિલા ચાલકે એક્ટિવા સવાર યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
માહિતી મુજબ, 13 ફેબ્રુઆરીની રાત્રે અભિષેક મોરે નામનો યુવક પોતાની એક્ટિવા લઈને જઈ રહ્યો હતો. આ સમયે ઋષિકાબેન સરનાની નામની મહિલા પોતાની થાર (Thar) ગાડી લઈને લગ્નપ્રસંગમાંથી પૂરપાટ ઝડપે આવી રહી હતી. મહિલાએ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અભિષેકને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે ગંભીર ઈજાઓ (Serious Injuries) થતા યુવકનું સ્થળ પર જ મોત થયું હતું.
પોલીસ કાર્યવાહી : ઘટનાની જાણ થતા જ અટલાદરા પોલીસ (Atladara Police) કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને સયાજી હોસ્પિટલ (SSG Hospital) ખસેડવામાં આવ્યો છે. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી મહિલા ઋષિકાબેન સરનાનીની અટકાયત કરી છે. અકસ્માત સમયે મહિલા નશાની હાલતમાં (Drunk and Drive) હતી કે કેમ, તે જાણવા માટે પોલીસે બ્લડ સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે.
પરિવારમાં શોક અને લોકોમાં રોષ : મૃતક યુવક ફૂડ ડિલિવરી (Food Delivery) નું કામ કરીને પરિવારને મદદરૂપ થતો હતો. જુવાનજોધ દીકરાના મોતના સમાચારથી મોરે પરિવારમાં આભ તૂટી પડ્યું છે. વડોદરામાં રાત્રિના સમયે ધનિક નબીરાઓના જોખમી ડ્રાઈવિંગ (Rash Driving) સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…