USCIS Visa Rules | યુનાઇટેડ સ્ટેટ્સ (US) જવા ઇચ્છતા અથવા ત્યાં સ્થાયી થવા માંગતા ભારતીયો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમેરિકન ઇમિગ્રેશન એજન્સી US Citizenship and Immigration Services (USCIS) દ્વારા વિઝા (Visa), ગ્રીન કાર્ડ (Green Card) અને વર્ક પરમિટ (Work Permit) માટેના નિયમોમાં મોટો અને કડક ફેરફાર કરવામાં આવ્યો છે.
આ નવા નિયમ અનુસાર, જો અરજી સાથે જરૂરી દસ્તાવેજો જોડવામાં નહીં આવ્યા હોય અથવા કોઈ માહિતી અધૂરી હશે, તો અધિકારીઓ અરજી સીધી જ રદ (Deny) કરી શકશે.
અત્યાર સુધી જો કોઈ અરજીમાં દસ્તાવેજ ખૂટતો હોય અથવા કોઈ ભૂલ હોય, તો USCIS દ્વારા અરજદારને સુધારો કરવા માટે Request for Evidence (RFE) અથવા Notice of Intent to Deny (NOID) મોકલવામાં આવતું હતું.
આ નોટિસ મળ્યા બાદ અરજદારને પોતાના બાકી દસ્તાવેજો સબમિટ કરવાનો બીજો મોકો મળતો હતો. પરંતુ હવે USCIS એ આ પ્રક્રિયા નાબૂદ કરી દીધી છે. હવે કોઈ પણ પ્રિલિુમનરી નોટિસ આપ્યા વિના જ અરજી સીધી ફગાવી દેવામાં આવશે.
કોને થશે સૌથી મોટી અસર? USCIS ની આ નવી પોલિસીથી અમેરિકામાં અભ્યાસ કરતા, નોકરી કરતા કે સ્થાયી થવા માંગતા હજારો ભારતીય નાગરિકો પર સીધી અસર પડશે. ખાસ કરીને Employment-based Green Cards (ઇમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ગ્રીન કાર્ડ્સ), H-1B Visa extensions, Adjustment of Status (I-485 ફોર્મ) અને Work Permit (EAD) માટે અરજી કરનારા ભારતીયોએ હવે ખૂબ સાવચેત રહેવું પડશે. કારણ કે આ તમામ કેટેગરીમાં મોટી સંખ્યામાં સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાના હોય છે. જો ફાઈલિંગ વખતે એક પણ મહત્વપૂર્ણ કાગળ ખૂટશે, તો અરજી તાત્કાલિક રિજેક્ટ થઈ જશે.
સરકારે કેમ લીધો આ નિર્ણય? USCIS એ એક અખબારી યાદીમાં સ્પષ્ટ કર્યું છે કે અરજદારે જ્યારે અરજી ફાઇલ કરી હોય ત્યારે જ તે તમામ યોગ્યતા (Eligibility) અને પુરાવા ધરાવે છે તે સાબિત કરવાની જવાબદારી તેની પોતાની છે. એજન્સીના જણાવ્યા મુજબ, અગાઉની નીતિના કારણે ઘણી અધૂરી અરજીઓ પ્રોસેસિંગ ક્યૂ (Queue) માં પડી રહેતી હતી, જેના કારણે સાચા અને લાયક ઉમેદવારોના કેસમાં બિનજરૂરી વિલંબ થતો હતો. ઉપરાંત, કેટલાક લોકો માત્ર વર્ક ઓથોરાઇઝેશન જેવા કામચલાઉ લાભો મેળવવા માટે અધૂરી અરજીઓ સબમિટ કરી દેતા હતા. આ સિસ્ટમનો દુરુપયોગ રોકવા અને પ્રક્રિયા ઝડપી બનાવવા માટે આ કડક નિર્ણય લેવાયો છે.
અરજદારોએ હવે શું ધ્યાન રાખવું? નિષ્ણાતોના મતે, હવેથી અરજી ફાઇલ કરતી વખતે કોઈ પણ ભૂલ કે “માત્ર ફોર્મ ભરી દઈએ પછી ડોક્યુમેન્ટ આપીશું” એવી ગણતરી ભારે પડી શકે છે. અરજદારોએ સત્તાવાર ફોર્મની ગાઇડલાઇન્સ અને ચેકલિસ્ટ મુજબ તમામ આર્થિક રેકોર્ડ્સ, સિવિલ ડોક્યુમેન્ટ્સ, સર્ટિફાઇડ ટ્રાન્સલેશન અને ફીની રકમ પૂરેપૂરી અને સચોટ રીતે સબમિટ કરવી પડશે. નિષ્ણાતો સલાહ આપે છે કે જટિલ કેસોમાં અરજી સબમિટ કરતા પહેલા યોગ્ય ઇમિગ્રેશન એટર્નીની સલાહ લેવી હિતાવહ છે.
US Student Visa | અમેરિકા (USA) માં શિક્ષણ મેળવવા અને અભ્યાસ બાદ ત્યાં જ કારકિર્દી…
Anil Menon Spacewalk | અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે વધુ એક ભારતીયનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થઈ…
Birthright Citizenship Order | યુનાઇટેડ સ્ટેટ્સ (US) ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ઇમિગ્રેશન (Immigration) નિયમો…
Vikram Mubayi Death | અમેરિકા (USA)ના કેલિફોર્નિયા (California) માં ભારતીય મૂળના એક હોનહાર વિદ્યાર્થીના કરુણ…
Thailand School Shooting | થાઈલેન્ડ (Thailand)ની રાજધાની બેંગકોક (Bangkok) નજીક આવેલા નોન્થાબુરી (Nonthaburi) પ્રાંતની એક…
USA Landlord Lawsuit | અમેરિકા (USA) માં ભારતીય મૂળના એક મકાનમાલિક સામે ગંભીર કાનૂની મુશ્કેલીઓ…