World

બેંગકોકની શાળામાં વિદ્યાર્થીએ શિક્ષક અને સહપાઠીઓ પર ચલાવી ગોળીઓ, શિક્ષક અને બંદૂકધારીનું મોત

Thailand School Shooting | થાઈલેન્ડ (Thailand)ની રાજધાની બેંગકોક (Bangkok) નજીક આવેલા નોન્થાબુરી (Nonthaburi) પ્રાંતની એક શાળામાં શુક્રવારે સવારે ગોળીબારની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.

બૅંગ ક્રુઆઈ (Bang Kruai) ડિસ્ટ્રિક્ટમાં આવેલી દેબસિરિન નોન્થાબુરી સ્કૂલ (Debsirin Nonthaburi School) માં એક વિદ્યાર્થીએ જ પોતાની જ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પર અંધાધૂંધ ગોળીબાર (Shooting) કર્યો હતો.

આ હુમલામાં એક શિક્ષકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક શિક્ષક અને ત્રણ વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા 4 થી 10 લોકો ગંભીર રીતે ઘાયલ (Injured) થયા છે. હુમલા બાદ શૂટરે પોતાની જાતને પણ ગોળી મારીને આત્મહત્યા (Suicide) કરી લીધી હતી.

પોલીસ અધિકારી લેફ્ટનન્ટ કર્નલ દેચરાપી કોંગડી (Lt. Col. Dechrapee Kongdee) ના જણાવ્યા અનુસાર, હુમલાખોર વિદ્યાર્થીએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

ગોળીઓનો અવાજ સાંભળતાં જ શાળાના કેમ્પસમાં ભારે અફરાતફરી અને ડરનો માહોલ સર્જાયો હતો. ડરના માર્યા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતાના જીવ બચાવવા માટે વર્ગખંડો છોડીને બહાર ભાગવા લાગ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ઈમરજન્સી મેડિકલ ટીમ (Emergency Medical Team) તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો.

ઈમરજન્સી સર્વિસ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો અને વિડિયોમાં જોઈ શકાય છે કે એમ્બ્યુલન્સ (Ambulance) દ્વારા ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

તબીબોના જણાવ્યા મુજબ, ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વર્ષ 2025 ના શૈક્ષણિક આંકડા અનુસાર, આ શાળામાં આશરે 3,100 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 147 શિક્ષકોનો સ્ટાફ (Staff) ફરજ બજાવે છે.

થાઈલેન્ડમાં સ્કૂલ શૂટિંગની આ પહેલી ઘટના નથી. આ અગાઉ ફેબ્રુઆરી મહિનામાં પણ દક્ષિણ થાઈલેન્ડના હાત યાઈ (Hat Yai) વિસ્તારમાં એક બંદૂકધારીએ શાળામાં ગોળીબાર કર્યો હતો, જેમાં એક શિક્ષકનું મોત થયું હતું.

દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં થાઈલેન્ડ એવો દેશ છે જ્યાં સામાન્ય લોકો પાસે હથિયારો (Firearms) ની માલિકીનો દર ખૂબ ઊંચો છે, જેના કારણે ભૂતકાળમાં પણ માસ શૂટિંગ (Mass Shooting) ના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે.

હાલમાં નોન્થાબુરી પ્રાંતની પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને આ ક્રૂર હુમલા પાછળનો મુખ્ય હેતુ શું હતો તેની તપાસ કરી રહી છે. વિદ્યાર્થી પાસે હથિયાર ક્યાંથી આવ્યું અને તેણે આટલું મોટું પગલું કેમ ભર્યું તે દિશામાં સુરક્ષા એજન્સીઓએ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે.

Chief Editor

Recent Posts

ઉત્તરાખંડ એસોસિએશન ઓફ શિકાગો દ્વારા પહાડી સંસ્કૃતિ સાથે દિવાળીની ઉજવણી

ઉત્તરાખંડ એસોસિએશન ઓફ શિકાગો દ્વારા પહાડી સંસ્કૃતિ અને પરંપરાઓના ભવ્ય પ્રદર્શન સાથે દિવાળીની ઉજવણી  …

15 hours ago

હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ભવ્ય ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી

હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ભવ્ય ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી કાર્તિક દીપોત્સવની ઉજવણીના…

16 hours ago

INSAF કેલીફોર્નીયા દીવાળી મહોત્સવ

INSAF (ઇન્ડો અમેરીકન સીનીયરસ એસોસીએશન, ફૃીમોન્ટ) કેલીફોર્નીયા દીવાળી મહોત્સવ-૧૦મી નવેમ્બર ૨૦૨૬   California- Bay Area…

16 hours ago

अमेरिका में कचरा ट्रक में मिली नवजात बच्ची के मामले में मां अनुराधा मनुकोंडा को 90 दिन की जेल

अमेरिका के ओहायो राज्य में 3 साल पहले कचरा ट्रक से नवजात बच्ची का शव…

18 hours ago

माता-पिता और नानी की हत्या के आरोपी गौरव चोपड़ा को नहीं मिलेगी मौत की सजा

अमेरिका के टेक्सास में अपने माता-पिता और नानी की गोली मारकर हत्या करने के आरोपी…

18 hours ago

કેલિફોર્નિયા સ્થિત શ્રીમય કૃષ્ણધામ હવેલીમાં ચોપડા પૂજન

શ્રીમય કૃષ્ણધામમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ચોપડા પૂજન તથા સરસ્વતી પૂજનની ભવ્ય ઉજવણી  સિલિકોન વેલી,…

1 day ago