USA માં દાદા ભગવાન પરિવાર દ્વારા પૂજ્ય દીપકભાઈના સાન્નિધ્યમાં
ઉજવાયો ભવ્ય સત્સંગ, પ્રશ્નોત્તરી અને જ્ઞાનવિધિ કાર્યક્રમ.
હજારો મુમુક્ષુઓએ આત્મજ્ઞાન મેળવી શાશ્વત સુખની અનુભૂતિ કરી;
વિદેશની ધરતી પર ભારતીય અધ્યાત્મનો શંખનાદ

અમેરિકા:
વિદેશમાં વસતા ભારતીય સમુદાય અને સ્થાનિક મુમુક્ષુઓ માટે આધ્યાત્મિક જાગૃતિ અને મનની શાંતિનો
અદ્ભુત અવસર સર્જાયો હતો. પૂજ્ય દીપકભાઈ દેસાઈના પાવન સાન્નિધ્યમાં અમેરિકા ખાતે વિશેષ પ્રશ્નોત્તરી સત્સંગ
અને વશિષ્ટ 'જ્ઞાનવિધિ' સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ૪ જુલાઈ થી ૯ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન
ચાલેલા કાર્યક્રમમાં અમેરિકાના જુદા જુદા રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં મુમુક્ષુઓ અને જિજ્ઞાસુઓ ઉપસ્થિત રહ્યા
હતા.
કાર્યક્રમ દરમિયાન યોજાયેલ સત્સંગમાં પૂજ્ય દીપકભાઈએ દૈનિક જીવનમાં આવતી મુશ્કેલીઓ, માનસિક તણાવ,
કૌટુંબિક સંબંધોમાં મધુરતા લાવવાના ઉપાયો, પૈસાને સંબધિત તેમજ અક્રમ વિજ્ઞાનની સરળ ચાવીઓ વિશે ખૂબ જ
સાદી અને રોચક ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું. પ્રશ્નોત્તરી સેશનમાં ઉપસ્થિત લોકોએ પોતાના સામાજિક, કૌટુંબિક
અને આધ્યાત્મિક પ્રશ્નો રજૂ કર્યા હતા, જેના પૂજ્યશ્રીએ અત્યંત વૈજ્ઞાનિક, તાર્કિક અને વ્યવહારુ સમાધાન આપ્યા હતા.
દરેક જીવમાત્ર સતત સુખની શોધમાં છે. દુ:ખ કોઈને ગમતું નથી. તેમ છતાં, આ શોધનો અંત ત્યારે જ આવે છે
જયારે શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે અને આ શાશ્વત સુખની પ્રાપ્તિ માત્ર પોતાના સાચા સ્વરુપ (આત્મા) ની
ઓળખાણ થયા પછી જ થાય છે. “સાકર ગળી છે” શબ્દો બોલવાથી તેની મીઠાશ અનુભવાતી નથી. પણ જયારે
સાકરનો ટુકડો કોઈ મોઢામાં મૂકી આપે પછી “સાકર કેવી ગળી છે?”

તેનું વર્ણન કરવાની જરૂર રહેતી નથી. જ્ઞાનવિધિમાં
આત્માનો અનુભવ કર્યા બાદ તેની પ્રતીતિ જતી નથી. બે કલાકના આ વિશિષ્ટ પ્રયોગ દ્વારા ઉપસ્થિત હજારો
મુમુક્ષુઓએ હું કોણ છું?અનેજગત ક્યા આધારે ચાલે છે? નો અંતરાનુભવ કર્યો હતો. જ્ઞાનવિધિ બાદ મુમુક્ષુઓએ
માનસિક શાંતિ, આંતરિક આનંદ અને સગાસંબંધીઓ પ્રત્યે સમભાવ મેળવ્યાનો અનુભવ વ્યક્ત કર્યો હતો.
આજની ભાગદોડ ભરી અને તણાવપૂર્ણ જિંદગીમાં અક્રમ વિજ્ઞાનનો આ માર્ગ લોકો માટે સંજીવની સમાન
સાબિત થઈ રહ્યો છે. વિદેશની ધરતી પર પોતાની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જડો સાથે જોડાયેલા રહેવા માટે આ
સત્સંગ અતિ મહત્વપૂર્ણ સાબિત થયો છે. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા દાદા ભગવાન પરિવાર (USA) ના
સેવાર્થીઓ દ્વારા ભક્તિમય વાતાવરણમાં કરવામાં આવ્યું હતું.
