Categories: Uncategorized

અમેરિકામાં ગ્રીન કાર્ડ અરજદારો માટે એક લાખ ડોલરના બોન્ડનો પ્રસ્તાવ, અરજી કરનારાઓ પર અસર પડશે

Green Card Bond | અમેરિકામાં સ્થાયી થવા ઈચ્છતા અને ગ્રીન કાર્ડની (Green Card) રાહ જોઈ રહેલા વિદેશી નાગરિકો માટે ટ્રમ્પ પ્રશાસન (Trump Administration) વધુ એક કડક નિયમ લાવવાની તૈયારી કરી રહ્યું છે.

વિવિધ અહેવાલો અનુસાર, યુએસ વહીવટીતંત્ર એક એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે જેના હેઠળ વિદેશથી અમેરિકાની કાયમી નાગરિકતા એટલે કે પર્મેનન્ટ રેસિડેન્સી (Permanent Residency) માટે અરજી કરનારા કેટલાક અરજદારોએ $100,000 સુધીના રિફંડેબલ બોન્ડ (Refundable Bonds) જમા કરાવવા પડી શકે છે. જોકે, આ દરખાસ્ત હજુ પ્રારંભિક તબક્કામાં છે અને તેને સત્તાવાર રીતે આખરી ઓપ આપવામાં આવ્યો નથી.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ (U.S. State Department) દ્વારા તૈયાર કરવામાં આવી રહેલો આ પ્રસ્તાવ માત્ર ઇમિગ્રન્ટ વિઝા (Immigrant Visas) મેળવવા ઈચ્છતા ચોક્કસ અરજદારોને જ લાગુ પડશે. સોશિયલ મીડિયા (Social Media) પર ચાલી રહેલી અફવાઓથી વિપરીત, આ કોઈ વિઝા એપ્લિકેશન ફી (Application Fee) નથી, પરંતુ એક નાણાકીય ગેરંટી (Financial Guarantee) એટલે કે સુરક્ષા બોન્ડ છે.

આનો મુખ્ય હેતુ એ સાબિત કરવાનો છે કે અમેરિકા આવનાર વ્યક્તિ આર્થિક રીતે સક્ષમ છે અને તે ભવિષ્યમાં ક્યારેય પણ ત્યાંની સરકારી સહાય કે પબ્લિક આસિસ્ટન્સ (Public Assistance) પર નિર્ભર નહીં રહે.

વોલ સ્ટ્રીટ જર્નલના (The Wall Street Journal) અહેવાલ મુજબ, આ બોન્ડની રકમ અરજદારની વ્યક્તિગત સ્થિતિના આધારે ઓછી અથવા વધુ હોઈ શકે છે. આ નિયમને શરૂઆતમાં પ્રાયોગિક ધોરણે (Pilot Project) કેટલાક પસંદગીના દેશોમાં લાગુ કરવામાં આવી શકે છે.

સૌથી મહત્વની વાત એ છે કે, આ બોન્ડની રકમ અરજદારને ત્યાં સુધી પરત નહીં મળે જ્યાં સુધી તે અમેરિકાનો નાગરિક એટલે કે યુએસ સિટિઝન (U.S. Citizen) ન બની જાય, જેમાં સામાન્ય રીતે 5 વર્ષ કે તેથી વધુ સમય લાગે છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટોમી પિગોટે (Tommy Pigott) જણાવ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું વલણ સ્પષ્ટ છે કે અમેરિકા આવતા લોકો આર્થિક રીતે સ્વનિર્ભર હોવા જોઈએ.

આ પ્રસ્તાવની જાહેરાત બાદ ઇમિગ્રેશન વકીલો (Immigration Attorneys) અને સામાજિક સંગઠનોએ તેની આકરી ટીકા શરૂ કરી છે. તેમનું કહેવું છે કે આટલી મોટી રકમ નક્કી કરવાથી મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે કાયદેસર ઇમિગ્રેશન (Legal Immigration) અશક્ય બની જશે અને ગ્રીન કાર્ડ માત્ર અમીર લોકો પૂરતું મર્યાદિત રહી જશે.

ભારત (India) જેવા દેશો માટે, જ્યાંથી દર વર્ષે લાખો લોકો ફેમિલી-સ્પોન્સર્ડ (Family-sponsored) કે એમ્પ્લોયમેન્ટ-બેઝ્ડ (Employment-based) ગ્રીન કાર્ડ માટે અરજી કરે છે, આ નિયમ ખૂબ જ ચિંતાજનક સાબિત થઈ શકે છે. જોકે, હજુ સુધી કયા દેશો કે કયા કેટેગરીના અરજદારોને તેમાં આવરી લેવાશે તેની સત્તાવાર યાદી જાહેર થઈ નથી.

Chief Editor

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

13 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

14 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago