US National Debt | અમેરિકા (USA) અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) માટે અત્યારે માત્ર ઈરાન સાથેનું યુદ્ધ કે હોર્મુઝની ખાડી (Strait of Hormuz) નો તણાવ જ ચિંતાનો વિષય નથી, પરંતુ દેશ પર વધતું દેવું એક ગંભીર સંકટ બની ગયું છે.
બીજા વિશ્વયુદ્ધ (World War 2) પછી પહેલીવાર એવું બન્યું છે કે અમેરિકાનું રાષ્ટ્રીય દેવું (National Debt) તેની કુલ જીડીપી (GDP) કરતા પણ વધી ગયું છે. ‘કમિટી ફોર એ રિસ્પોન્સિબલ ફેડરલ બજેટ’ ના અહેવાલ મુજબ, અમેરિકાની અર્થવ્યવસ્થા અત્યારે દેવાના ડુંગર નીચે દબાયેલી છે.
તાજેતરના આંકડાઓ અનુસાર, એપ્રિલ 2026 ના અંતમાં અમેરિકા પરનું કુલ દેવું 31.27 ટ્રિલિયન ડૉલર પર પહોંચી ગયું છે, જે દેશની 31.22 ટ્રિલિયન ડૉલરની જીડીપી કરતા વધારે છે.
વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ (World of Statistics) ના ડેટા મુજબ, 2026 માં અમેરિકાનું રાષ્ટ્રીય દેવું ઉછળીને 39.2 ટ્રિલિયન ડૉલર થઈ ગયું છે. છેલ્લા 10 વર્ષમાં આ દેવું બમણું થયું છે. વર્ષ 2017 માં જે દેવું 20.2 ટ્રિલિયન ડૉલર હતું, તે હવે રેકોર્ડ સ્તરે છે.
નિષ્ણાતોના મતે, આ દેવું વધવા પાછળ ટેક્સ કાપ (Tax Cuts) અને વ્યાજની ચુકવણીમાં થયેલો તોતિંગ વધારો મુખ્ય છે. અત્યારે અમેરિકા સંરક્ષણ (Defense) કે સ્વાસ્થ્ય સેવાઓ કરતા વધુ ખર્ચ દેવાના વ્યાજ (Interest) ની ચુકવણીમાં કરી રહ્યું છે, જે વાર્ષિક 1 ટ્રિલિયન ડૉલરને પાર કરી ગયું છે.
કોંગ્રેસ બજેટ ઑફિસ (CBO) ના અંદાજ મુજબ, જો સ્થિતિ નહીં સુધરે તો 2036 સુધીમાં દેવું 53 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી શકે છે, જે મોંઘવારી (Inflation) અને આર્થિક વિશ્વસનીયતા પર માઠી અસર કરશે.
હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શનિવાર તા. 19 સપ્ટેમ્બર 2026 ના રોજ શ્રી રાધાષ્ટમી ઉત્સવ…
Driving Licence Norway | વિદેશમાં વસતા ભારતીયો માટે ત્યાંના સ્થાનિક નિયમો અને પ્રક્રિયાઓ ઘણીવાર આશ્ચર્યજનક અને…
US Immigration | અમેરિકામાં રહેતા પ્રવાસીઓ (NRI) માટે ઘણીવાર પોતાના માતા-પિતાને મળવા માટે બોલાવવું ખુશીની…
Taliban Fighter Missile | અફઘાનિસ્તાનના હાલના માહોલ અને ત્યાંના કડક પ્રતિબંધો વચ્ચે સોશિયલ મીડિયા પર…
Army Chief Russia Visit | ભારતીય થલસેના પ્રમુખ (આર્મી ચીફ) જનરલ ધિરજ સેથનો રશિયાનો ત્રણ…
India Bangladesh MoU | બાંગ્લાદેશમાં તારિક રહેમાનની સરકારે ભારત સાથે અગાઉ શેખ હસીના કાર્યકાળ દરમિયાન…