Gujarat

હાટકેશ્વર બ્રિજ તોડવાનો 3.90 કરોડનો ખર્ચ AMCએ પ્રજાના માથે ઢોળાયો

Hatkeshwar Bridge AMC News | અમદાવાદના સી.ટી.એમ. જંકશન (CTM Junction) પર નિર્મિત હાટકેશ્વર બ્રિજ (Hatkeshwar Bridge) બનાવવા અને હવે તેને તોડવા માટેનો કુલ 38 કરોડથી વધુનો ખર્ચ અંતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ જ ભોગવવો પડ્યો છે.

અગાઉ સત્તાધીશો દ્વારા એવા દાવા કરવામાં આવ્યા હતા કે તમામ ખર્ચ જવાબદાર કોન્ટ્રાક્ટર અજય ઈન્ફ્રા (Ajay Infra) પાસેથી વસૂલ કરવામાં આવશે અને કોર્પોરેશનની તિજોરી પર કોઈ ભારણ નહીં પડે. જોકે, હાલની પરિસ્થિતિ જોતા આ દાવા પોકળ સાબિત થયા છે.

ભ્રષ્ટાચારના પર્યાય સમાન આ બ્રિજને તોડવા માટે શ્રી ગણેશ કોર્પોરેશનને 3.90 કરોડનો કોન્ટ્રાક્ટ (Contract) આપવામાં આવ્યો હતો. આઘાતજનક બાબત એ છે કે, વર્ષ 2015 માં જ્યારે આ બ્રિજ બનાવવાનો વર્ક ઓર્ડર (Work Order) અજય ઈન્ફ્રાને અપાયો, ત્યારે તે અંદાજિત કિંમત કરતા 9.17 ટકા ઓછા ભાવે આપવામાં આવ્યો હતો.

સામાન્ય રીતે રોડના કામો ઓછા ભાવે રખાય તે સમજી શકાય, પરંતુ બ્રિજ જેવી મહત્વની સંરચનામાં ગુણવત્તા સાથે સમાધાન કરીને ઓછા ભાવે કામ કેમ અપાયું તે મોટો પ્રશ્ન છે.

નામ ટેન્ડર અંદાજ
(કરોડ)
ખર્ચ

(કરોડ)

કેટલા ટકા
વધ-ઘટ
કોન્ટ્રાકટર
હાટકેશ્વર 44.02 34.50 9.17(-) અજય એન્જી ઈન્ફ્રા
દિનેશ ચેમ્બર 45.41 41.34 11.42(-) અજય એન્જી ઈન્ફ્રા

માહિતી મુજબ, આ કામગીરી સમયે પ્રવિણ પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન (Standing Committee Chairman) અને ડી. થારા મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner) હતા.

હાલમાં કોર્પોરેશન આ ખર્ચ વસૂલવા માટે કોર્ટ (Court) માં દાવો રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, પરંતુ અત્યારે તો બ્રિજ બનાવવા અને તોડવાનો આર્થિક બોજ જનતાના ટેક્સના પૈસા પર જ પડ્યો છે. દિનેશ ચેમ્બર બ્રિજનું કામ પણ આ જ રીતે ઓછા ભાવે અજય ઈન્ફ્રાને સોંપવામાં આવ્યું હતું.

Chief Editor

Recent Posts

लॉस एंजिल्स में दिवाली और हनुक्का का जश्न, भारतीय-यहूदी समुदाय एक मंच पर आए

Diwali Hanukkah | लॉस एंजिल्स में भारतीय और यहूदी समुदायों के बीच आस्था, सद्भाव और…

12 hours ago

લોસ એન્જલસમાં દિવાળી અને હનુક્કાહની ઉજવણી: ભારતીય-યહૂદી સમુદાયો એક મંચ પર આવ્યા

Diwali Hanukkah | લોસ એન્જલસમાં ભારત અને યહૂદી સમુદાયો વચ્ચે ધાર્મિક સૌહાર્દ અને મિત્રતાનો સંદેશ…

12 hours ago

चुनाव में भारतीय मूल के उम्मीदवारों का दबदबा: पिया, सुहास और अरुणा की जीत

 US Midterm Elections | अमेरिका में 2026 के मध्यावधि चुनाव में भारतीय मूल के उम्मीदवारों…

12 hours ago

અમેરિકાની ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારોનો દબદબો: પિયા, સુહાસ અને અરુણા મિલરની જીત

US Midterm Elections | અમેરિકામાં 2026ની મધ્યસત્ર ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારોએ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.…

12 hours ago

अमेरिकी चुनाव में भारतीय मूल की पिया दांडिया की जीत, फ्लोरिडा से पहुंचीं कांग्रेस

Pia Dandiya | अमेरिका में हुए 2026 के मध्यावधि चुनाव में भारतीय मूल के उम्मीदवारों…

13 hours ago

US Midterm Elections: ભારતીય મૂળના પિયા ડાંડિયાએ ફ્લોરિડામાં મરીન વેટરનને હરાવી કોંગ્રેસની બેઠક જીતી

Pia Dandiya | અમેરિકામાં યોજાયેલી 2026ની મધ્યસત્ર ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારોએ નોંધપાત્ર સફળતા મેળવી છે.…

13 hours ago