Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમેરિકામાં H-1B થી ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો બંધ કરવા બિલ રજૂ, ભારતીયોના IT સપના પર મોટો ફટકો

Chief Editor June 6, 2026
H-1B Visa Bill

H-1B Green Card Bill | અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (House of Representatives) માં એક રિપબ્લિકન સાંસદ દ્વારા H-1B વિઝા પ્રોગ્રામમાં ધરમૂળથી ફેરફાર કરતું એક નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલમાં નોકરીની કડક શરતો, ઉચ્ચ વેતન મર્યાદા અને નવા નિયંત્રણોની દરખાસ્ત કરવામાં આવી છે, જે અમેરિકામાં કામ કરતા ભારતીય આઈટી (IT) પ્રોફેશનલ્સને ખૂબ જ મોટા પ્રમાણમાં અસર કરી શકે છે.

ટેક્સાસ (Texas) ના સાંસદ ચિપ રોય દ્વારા રજૂ કરાયેલા આ બિલનું નામ ‘અમેરિકન વ્હાઇટ-કોલર વર્કર જોબ્સ એક્ટ ઓફ 2026’ (American White-Collar Worker Jobs Act of 2026) રાખવામાં આવ્યું છે. આ બિલની સૌથી વિવાદાસ્પદ જોગવાઈ એ છે કે, H-1B અરજદારોએ વિદેશમાં પોતાનું કાયમી નિવાસસ્થાન જાળવી રાખવું પડશે અને ‘તેને છોડવાનો કોઈ ઈરાદો નથી’ તેવું સાબિત કરવું પડશે.

Join Our WhatsApp Group

ગ્રીન કાર્ડનો રસ્તો થશે અશક્ય: ઇમિગ્રેશન (Immigration) નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ નવી જોગવાઈ અમેરિકાના વર્ષો જૂના ‘ડ્યુઅલ ઇન્ટેન્ટ’ (Dual Intent) માળખાને સંપૂર્ણપણે નાબૂદ કરી દેશે. આ માળખું અત્યાર સુધી H-1B વિઝા ધારકોને અમેરિકામાં કામ કરવાની સાથે-સાથે કાયમી રહેવાસી એટલે કે ગ્રીન કાર્ડ (Green Card) માટે અરજી કરવાની મંજૂરી આપતું હતું.

નિષ્ણાતોનું કહેવું છે કે જો આ બિલ વર્તમાન મુસદ્દા મુજબ પસાર થઈ જશે, તો પરંપરાગત રીતે H-1B થી ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો લગભગ અશક્ય બની જશે. સાંસદ ચિપ રોયે જણાવ્યું હતું કે છેલ્લા 4 દાયકાથી આ પ્રોગ્રામનો દુરુપયોગ થઈ રહ્યો છે, જેના કારણે અમેરિકન કામદારોને નુકસાન થાય છે અને આ લોટરી સિસ્ટમ (Lottery System) બંધ કરીને ગુણવત્તાના આધારે વેતન નક્કી કરવાનો સમય આવી ગયો છે.

ભારતીયો પર થનારી અસરો: અમેરિકાના વિઝા પ્રોગ્રામનો સૌથી મોટો લાભાર્થી ભારત છે. નાણાકીય વર્ષ 2024 ના ડેટા (Data) અનુસાર, મંજૂર થયેલા કુલ 4 લાખ નવા વિઝામાંથી 2.83 લાખ (એટલે કે 71 ટકા) વિઝા ભારતીય નાગરિકોને મળ્યા હતા. હાલમાં આશ્રિતો સહિત 12.6 લાખથી વધુ ભારતીયો ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. જો કે, ઇમિગ્રેશન નિષ્ણાતોનું કહેવું છે કે રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચે આ મુદ્દે ભારે મતભેદો હોવાથી સંસદમાં આ બિલ પસાર થવું ખૂબ જ મુશ્કેલ છે.

બિલમાં સૂચવાયેલા નવા આકરા નિયમો અને શરતો

ઊંચું વેતન: H-1B કર્મચારીઓને અમેરિકન કર્મચારીઓના વાસ્તવિક વેતન જેટલું અથવા મજૂર વિભાગ દ્વારા નક્કી કરાયેલા 75મા પર્સેન્ટાઇલ મુજબનું વેતન ચૂકવવું પડશે, જેમાંથી જે વધુ હોય તે જ આપવાનું રહેશે. ટૂંકમાં અમેરિકનોના ભોગે ઓછો પગાર આપીને વિદેશી નાગરિકોને નોકરી નહીં આપી શકાય.

અમેરિકનોને પ્રાથમિકતા: કંપનીઓએ સરકારી પ્લેટફોર્મ પર નોકરીની જાહેરાત આપી સાબિત કરવું પડશે કે લાયક અમેરિકન કર્મચારીઓ ઉપલબ્ધ નથી.

કર્મચારીઓની મર્યાદા: કંપનીના કુલ અમેરિકન કર્મચારીબળમાં બિન-ઇમિગ્રન્ટ કર્મચારીઓનો હિસ્સો માત્ર 5% સુધી જ મર્યાદિત રાખવો પડશે.

છટણી પર પ્રતિબંધ: H-1B અરજી દાખલ કરતાં 1 વર્ષ પહેલાં અથવા પછીના 1 વર્ષ સુધી સમાન પદ પરથી કોઈ અમેરિકન કર્મચારીને છૂટા કરી શકાશે નહીં.

વિઝાના સમયમાં ઘટાડો: H-1B વિઝાનો મહત્તમ સમયગાળો, જે હાલમાં 6 વર્ષ છે, તે ઘટાડીને માત્ર 2 વર્ષ કરવાનો પણ પ્રસ્તાવ મૂકાયો છે.

લોટરી સિસ્ટમ બંધ: હાલની નસીબ આધારિત લોટરી પ્રણાલીને બદલે વિઝાની ફાળવણી સીધી વેતનના સ્તરના આધારે કરાશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: H-1B visa (H-1B વિઝા) USA (અમેરિકા)

Post navigation

Previous: મમતા બેનરજીની TMC માં ભંગાણના એંધાણ: 22 સાંસદો બળવો કરવા તૈયાર, 15 સાંસદોના ફોન બંધ
Next: ભુજ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ અને વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનો આંશિક રીતે રદ
Follow

Recent Posts

  • લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ
  • યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું
  • તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ
  • Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ
  • ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.