World

‘ખાડી દેશોની મિસાઇલો ખતમ થઈ રહી છે’: બ્લૂમબર્ગના રિપોર્ટ પર UAE અને કતાર લાલઘૂમ, આપી ચેતવણી

US-Israel-Iran war | મધ્ય-પૂર્વ (Middle East) માં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે અમેરિકન ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગ (Bloomberg) ના એક રિપોર્ટ પર મોટો વિવાદ છેડાયો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સંયુક્ત આરબ અમીરાત (UAE) અને કતાર (Qatar) પાસે એર ડિફેન્સ મિસાઇલોનો (Air Defense Missiles) સ્ટોક ખતમ થઈ રહ્યો છે. આ દેશોએ આ રિપોર્ટને ભ્રામક ગણાવીને ફગાવી દીધો છે અને કતારે તો કાયદેસરની કાર્યવાહી (Legal Action) કરવાની ધમકી પણ આપી છે.

ખરેખર, ઈરાન (Iran) ખાડી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો (Military Bases) પર સતત હુમલા કરી રહ્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, ઈરાની હુમલાઓને રોકવા માટે વપરાતા ઇન્ટરસેપ્ટર મિસાઇલ્સ (Interceptor Missiles) હવે ખતરનાક રીતે ઓછા થઈ રહ્યા છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો હતો કે આ દેશો ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પર ઈરાન વિરુદ્ધના ઓપરેશન મર્યાદિત કરવા દબાણ કરી રહ્યા છે.

જોકે, UAE ના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે તેમની પાસે મલ્ટી-લેવલ ડિફેન્સ સિસ્ટમ (Multi-level Defense System) અને દારૂગોળાનો મોટો ભંડાર છે. કતારના મીડિયા કાર્યાલયે પણ જણાવ્યું કે તેમની પેટ્રિયટ મિસાઇલો (Patriot Missiles) પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. બંને દેશોએ ભારપૂર્વક કહ્યું છે કે તેમની રાષ્ટ્રીય સુરક્ષા (National Security) મજબૂત છે અને કોઈપણ બાહ્ય જોખમનો સામનો કરવા તેઓ સજ્જ છે.

Chief Editor

Recent Posts

પિંક ગરબા અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ

આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…

2 days ago

અમેરિકામાં ભારતીય મૂળના અબજોપતિ સંજય ગોવિલ બનાવશે 10,000 દર્શકોની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ

અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…

2 days ago

ડંકી રૂટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણી માગી

Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…

2 days ago

અમેરિકામાં 7 વર્ષ નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિએ કામકાજની સંસ્કૃતિનો અનુભવ શેર કર્યો

Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…

2 days ago

અમેરિકામાં મતદાન કૌભાંડ: “મને ખબર નહોતી કે હું વોટ ન આપી શકું”, કમલેશ શાહનો દાવો

Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…

5 days ago