donald trump claims iran calling for deal middle east war
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) યુદ્ધમાં એક નવો વળાંક આવ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) દાવો કર્યો છે કે અમેરિકા અને ઈઝરાયલના ભીષણ હુમલાઓને કારણે ઈરાનનું (Iran) સૈન્ય અને આર્થિક માળખું સંપૂર્ણપણે ભાંગી પડ્યું છે. 2025 MLS ચેમ્પિયન ઇન્ટર મિયામી CF (Inter Miami CF) ના સન્માનમાં આયોજિત કાર્યક્રમમાં ટ્રમ્પે જણાવ્યું કે, ઈરાન હવે સામેથી ફોન કરીને સમજૂતી (Deal) માટે રસ્તો માંગી રહ્યું છે, પરંતુ તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે હવે સમય વીતી ગયો છે.
ટ્રમ્પના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ઈઝરાયલ સંયુક્ત રીતે દુશ્મનની તાકાતને ખૂબ જ ઝડપથી ખતમ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે ઈરાનની મિસાઇલ લોન્ચ સિસ્ટમ (Missile Launch System) કાર્યરત થયાની માત્ર 4 મિનિટમાં જ તેને તબાહ કરી દેવામાં આવે છે. અત્યાર સુધીમાં ઈરાનની 60% મિસાઇલ પ્રણાલી અને 64% લોન્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure) નેસ્તનાબૂદ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત, માત્ર 3 દિવસના ટૂંકા ગાળામાં ઈરાનના 24 જહાજોનો (Ships) નાશ કરવામાં આવ્યો છે.
સૈન્ય કાર્યવાહીની સાથે ટ્રમ્પે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ (Revolutionary Guard) અને પોલીસને હથિયાર હેઠા મૂકવાની અપીલ કરી છે. તેમણે વિશ્વભરમાં તૈનાત ઈરાની રાજદ્વારીઓને (Diplomats) પણ શરણાગતિ સ્વીકારવા જણાવ્યું છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જે લોકો સહયોગ નહીં કરે તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે, જ્યારે સહયોગ કરનારાઓને સંપૂર્ણ સુરક્ષા (Security) આપવામાં આવશે.
Cagla Oz Marriage | તુર્કી (Turkey) ના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Social Media Influencer) કેગલા ઓઝ…
Europe Climate Change | ગ્લોબલ વોર્મિંગ (Global Warming) અને ક્લાઈમેટ ચેન્જ (Climate Change) ના કારણે…
Iran China Deal | અમેરિકા (US) અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધો…
iPhone 18 Pro Series | ટેક જાયન્ટ Apple દ્વારા પોતાના વાર્ષિક મેગા ઇવેન્ટ (Annual Event)…
EB-1 Green Card | અમેરિકા (United States) સરકારે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ 30…
Chandan Gupta Release | રશિયા (Russia)ના મોસ્કો (Moscow) માં અટકાયત કરાયેલા નોઈડા (Noida) ના એન્જિનિયર…