Hunar Hale Divorce | ટેલિવિઝન એક્ટ્રેસ (Television Actress) હુનર હાલી (Hunar Hale) હાલ પોતાની જિંદગીના ખૂબ જ દર્દનાક તબક્કામાંથી પસાર થઈ રહી છે. તેના 9 વર્ષના લગ્નજીવનનો અંત આવી ગયો છે.
હુનર તેના પતિ મયંક ગાંધી (Mayank Gandhi) થી છૂટાછેડા (Divorce) લઈને અલગ થઈ ગઈ છે. આ કપલે (Couple) વર્ષ 2025 માં કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી અને હવે તેઓ સત્તાવાર રીતે અલગ થઈ ગયા છે. છૂટાછેડા બાદ હુનરે પહેલીવાર આ અંગે ખુલીને વાત કરી છે.
હુનરે આને પોતાની લાઇફ (Life) નો સૌથી ઇમોશનલ (Emotional) નિર્ણય ગણાવ્યો હતો. તેણે કહ્યું, “તમે માત્ર તમારા પાર્ટનર (Partner) થી અલગ નથી થતા. છૂટાછેડા પછી તે વ્યક્તિ સાથે જોયેલા તમામ પ્લાન્સ (Plans), સપનાઓ અને યાદો પણ ચાલી જાય છે. ઘણા સમય સુધી મેં મારી જાત પર દબાણ રાખ્યું કે હું થોડું વધુ એડજસ્ટ (Adjust) કરું, થોડું વધારે સમજવાનો પ્રયત્ન કરું, કદાચ વસ્તુઓ ધીમે-ધીમે સારી થઈ જાય, પરંતુ એવું ન થયું.”
તેણે આગળ ઉમેર્યું કે, “છૂટાછેડા ફાઇલ કરવા એટલા મુશ્કેલ નહોતા, જેટલું એ અહેસાસ કરવો મુશ્કેલ હતો કે હવે અમે સાથે નથી. આ નિર્ણય મેં ખૂબ થાકી હારીને લીધો છે. મને લાગ્યું કે માનસિક શાંતિ પસંદ કરવી એ લગ્નનો અસ્વીકાર નથી, પણ મારી જાત સાથેનું એક કમિટમેન્ટ (Commitment) છે. છૂટાછેડા પહેલાં અમે દરેક બાબત પર ઊંડો વિચાર કર્યો અને પછી જ આ આખરી નિર્ણય પર પહોંચ્યા.”
હુનરે જણાવ્યું કે, “એક સમય એવો આવ્યો જ્યારે મને અને મયંકને લાગ્યું કે અમારે અલગ થઈ જવું જોઈએ અને તેમાં જ અમારી ભલાઈ છે. ત્યારપછી અમે સન્માનપૂર્વક એકબીજાથી અલગ થઈ ગયા. આ છૂટાછેડા મારા માટે બિલકુલ સરળ નહોતા. 9 વર્ષના આ ચેપ્ટર (Chapter) ને સમાપ્ત કરવું સરળ નથી. મને એવું લાગતું હતું કે જાણે મારી જિંદગીનો એક હિસ્સો છીનવાઈ ગયો હોય. શૂટિંગના સેટ (Set) પર હું ભારે હૈયે આવતી હતી, પરંતુ છૂટાછેડા ફાઇનલ (Final) થયા પછી હવે ઘણું હળવું અનુભવાય છે.”
આટલા મોટા આઘાત પછી પણ હુનરનો પ્રેમ અને લગ્ન પરથી વિશ્વાસ ઉઠ્યો નથી. તેનું કહેવું છે કે પ્રેમ ખૂબ જ સુંદર વસ્તુ છે અને તે હંમેશા દરેક સંબંધની લાગણીઓની કદર કરતી રહેશે. હુનર હાલી અને મયંક ગાંધી વર્ષ 2016 માં લગ્નના બંધનમાં બંધાયા હતા અને 9 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા છે. હુનરે પોતાનો પક્ષ રાખ્યો છે પરંતુ મયંકે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…
મોદીની ચમચાગીરી ભારે પડી એક સમયે મોદીની ચમચાગીરી કરનારા આજે મોદીની કટ્ટર વિરોધી બની ગયા…
UPI MDR Charges | કેન્દ્ર સરકારે અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI…
કેદીઓ દ્વારા તૈયાર થતી પૌષ્ટિક ‘ગાંધી થાળી’ બનશે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર ત્રણ માળની અદ્યતન ઈમારતમાં…
રાજ્યમાં કમ્યુનિસ્ટ નેતાઓ વ્લાદિમીર લેનિન, કાર્લ માર્ક્સ અને હો ચી મિન્હના નામે ઓળખાતા કોલકાતાના ત્રણ…