Skip to content
February 25, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • Business
  • Trumpનો ટેરિફ દાવ ઊંધો પડ્યો! અમેરિકામાં કંપનીઓ કડડભૂસ, નાદારીનો 15 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

Trumpનો ટેરિફ દાવ ઊંધો પડ્યો! અમેરિકામાં કંપનીઓ કડડભૂસ, નાદારીનો 15 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

Chief Editor December 28, 2025
trump-tariff-impact-us-firms-bankruptcies-2025-record-high

trump-tariff-impact-us-firms-bankruptcies-2025-record-high

Trump Tariff Impact US Bankruptcies | ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ટેરિફને અમેરિકાના હિતમાં ગણાવતા હોય અને તેનાથી આવક વધવાના દાવા કરતા હોય, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ દેખાઈ રહી છે. વર્ષ 2025માં અમેરિકામાં કંપનીઓની નાદારી (Bankruptcies) નોંધાવવાના કિસ્સા છેલ્લા 15 વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. અમેરિકન કંપનીઓ આ સ્થિતિ માટે ટ્રમ્પની ટેરિફ નીતિ અને વધતી મોંઘવારીને જવાબદાર ગણાવી રહી છે.

આંકડા ચોંકાવનારા: 2010 પછીની સૌથી ખરાબ સ્થિતિ ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના અહેવાલ મુજબ, 2025માં અમેરિકામાં કોર્પોરેટ નાદારીમાં ભારે વધારો થયો છે. S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સના ડેટા દર્શાવે છે કે જાન્યુઆરીથી નવેમ્બર વચ્ચે 717 કંપનીઓએ ચેપ્ટર 7 અથવા ચેપ્ટર 11 હેઠળ નાદારી માટે અરજી કરી છે. આ આંકડો 2024ની સરખામણીએ 14% વધુ છે અને 2010 પછીનો સૌથી મોટો આંકડો છે.

જાણો શું છે ચેપ્ટર 7 અને 11?

  • ચેપ્ટર 11: આમાં કંપની દેવાનું પુનર્ગઠન (Restructuring) કરે છે અને કોર્ટની દેખરેખ હેઠળ કામગીરી ચાલુ રાખે છે.

  • ચેપ્ટર 7: આ હેઠળ કંપની સંપૂર્ણપણે બંધ થઈ જાય છે અને તેની અસ્કયામતો વેચી દેવામાં આવે છે.

આયાત પર નિર્ભર બિઝનેસ ભાંગી પડ્યા જે વ્યવસાયો સીધા આયાત પર નિર્ભર હતા, તેમને દાયકાઓમાં સૌથી વધુ ટેરિફનો સામનો કરવો પડ્યો છે. સૌથી વધુ અસર ઈન્ડસ્ટ્રિયલ સેક્ટર, કન્સ્ટ્રક્શન, મેન્યુફેક્ચરિંગ અને ટ્રાન્સપોર્ટ કંપનીઓમાં જોવા મળી છે. અર્થશાસ્ત્રીઓના મતે, ટેરિફ અને ઉંચા વ્યાજ દરોએ સપ્લાય ચેઈનને ખોરવી નાખી છે અને ખર્ચમાં તોતિંગ વધારો કર્યો છે.

ટ્રમ્પના દાવાઓ સામે સવાલ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સતત દાવો કરી રહ્યા છે કે તેમની નીતિઓથી અમેરિકન મેન્યુફેક્ચરિંગ સેક્ટર મજબૂત થઈ રહ્યું છે. જોકે, સરકારી આંકડા મુજબ નવેમ્બરમાં પૂરા થયેલા એક વર્ષમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 70,000 થી વધુ નોકરીઓ ખતમ થઈ ગઈ છે.

કોરોના પછીની સૌથી ગંભીર સ્થિતિ કોર્નરસ્ટોન રિસર્ચના જણાવ્યા અનુસાર, 2025ના પ્રથમ છ મહિનામાં જ $1 બિલિયન (અંદાજે ₹8,980 કરોડ) થી વધુની સંપત્તિ ધરાવતી 17 મોટી કંપનીઓએ નાદારી નોંધાવી છે. ‘એટ હોમ’ અને ‘ફોરેવર 21’ જેવા જાણીતા રિટેલર્સ પણ આ યાદીમાં સામેલ છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો ટેરિફનો બોજ આમ જ વધતો રહેશે, તો નાની કંપનીઓ ટૂંક સમયમાં બંધ થઈ જશે અને મોટી કંપનીઓ તેનો બોજ ગ્રાહકો પર નાખશે, જેનાથી મોંઘવારી વધુ આસમાને પહોંચશે.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Bankruptcies (નાદારી) Donald Trump (ડોનાલ્ડ ટ્રમ્પ) US Tariff (અમેરિકન ટેરિફ)

Post navigation

Previous: Flop Smartphones 2025: નામ મોટા અને દર્શન ખોટા! આ વર્ષે ફ્લોપ થયા 5 મોટા ફોન, જાણો ઇનસાઇડ સ્ટોરી
Next: APK Scams: સાવધાન! ફ્રી એપ ડાઉનલોડ કરવાના ચક્કરમાં બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે

Related News

Rupee and Dollar

અમેરિકાના 15% ગ્લોબલ ટેરિફ છતાં ભારતીય રૂપિયો મજબૂત: ડોલરને આપી પછડાટ

Chief Editor February 25, 2026
New HRA claim rules under Income-tax Act 2025

HRA Fraud Alert: સાવધાન! ઘર ભાડાના ખોટા ક્લેઈમ પર ભરવો પડશે 200% દંડ

Chief Editor February 24, 2026
India US Tariff

અમેરિકામાં ભારતીય સામાન પર 18 ટકાને બદલે હવે લાગશે માત્ર આટલા ટકા ટેરિફ લાગશે, રાતોરાત રાહત

Chief Editor February 21, 2026
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
  • ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 5 મોટી ડિલ
  • ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ, પાયલોટ સહિત તમામ 7 મુસાફરનાં મોત
  • PM મોદીના ઇઝરાયલ પ્રવાસમાં થઈ શકે છે મોટી ડીલ, દુશ્મન દેશો ટેન્શનમાં
  • લવ જેહાદ રોકવા ગુજરાતના લગ્ન નોંધણીના કાયદાની હવે મહારાષ્ટ્રમાં પણ માંગ

You may have missed

Wedding Shooting in bihar's Buxar

Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર

Chief Editor February 25, 2026
Arijit Singh

‘નિર્દય દુનિયામાં…’: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગ છોડ્યા બાદ કરી પ્રથમ પોસ્ટ, કોના પર સાધ્યું નિશાન?

Chief Editor February 25, 2026
Surat Police Filmy style Crime Detection 

Video: સુરત પોલીસ બન્યા ‘ચાવાળા’ અને ગ્રાહક: 21 વર્ષ પહેલા હુમલો કરી ભાગેલા બે ભાઈઓ પ્રયાગરાજથી ઝડપાયા

Chief Editor February 25, 2026
Rupee and Dollar

અમેરિકાના 15% ગ્લોબલ ટેરિફ છતાં ભારતીય રૂપિયો મજબૂત: ડોલરને આપી પછડાટ

Chief Editor February 25, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.