Indian-origin PhD student Vikram Mubayi found dead in California; USA, he was on a solo hike
Vikram Mubayi Death | અમેરિકા (USA)ના કેલિફોર્નિયા (California) માં ભારતીય મૂળના એક હોનહાર વિદ્યાર્થીના કરુણ મોતના સમાચાર સામે આવ્યા છે.
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સેન્ટા બાર્બરા (UCSB) માં કેમિકલ એન્જિનિયરિંગમાં પીએચડી (PhD) કરી રહેલા 24 વર્ષીય વિક્રમ મુબાઈ (Vikram Mubayi) નો મૃતદેહ સોલો હાઇકિંગ (Solo Hiking) દરમિયાન ગુમ થયા બાદ મળી આવ્યો છે.
મળતી માહિતી મુજબ, વિક્રમ મુબાઈ કેલિફોર્નિયાના બિગ પાઇન લેક્સ (Big Pine Lakes) વિસ્તારમાં સોલો ટ્રેકિંગ માટે ગયા હતા. તેમણે 1 ઓગસ્ટે રાત્રે 8:30 વાગ્યાની આસપાસ પોતાના પરિવાર સાથે સંપર્ક કરીને જીપીએસ કોઓર્ડિનેટ્સ (GPS coordinates) શેર કર્યા હતા. પરંતુ ત્યારબાદ તેઓ નિર્ધારિત સમયે પાછા ન ફરતા અને પરિવાર સાથે કોઈ સંપર્ક ન થતાં, પરિવારે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો.
આ ઘટના બાદ ઇન્યો કાઉન્ટી સર્ચ એન્ડ રેસ્ક્યુ (Inyo County Search and Rescue) અને કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલ (California Highway Patrol) દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન (Search Operation) હાથ ધરવામાં આવ્યું હતું.
બે દિવસની શોધખોળ બાદ 3 ઓગસ્ટની સાંજે ઇન્યો નેશનલ ફોરેસ્ટ (Inyo National Forest) માંથી વિક્રમનો મૃતદેહ મળી આવ્યો હતો. અધિકારીઓએ હાલમાં તેમના મૃત્યુનું ચોક્કસ કારણ જાહેર કર્યું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ ઘટના (Foul Play) ના પુરાવા મળ્યા નથી.
વિક્રમ મુબાઈનો જન્મ અને ઉછેર હોંગકોંગ (Hong Kong) માં થયો હતો. તેઓ અનુભવી હાઇકર અને સાઇકિલસ્ટ હતા. UCSBમાં પીએચડી કરતા પહેલા તેમણે 2022માં યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ ઉર્બાના-ચેમ્પેન (UIUC) માંથી કેમિકલ એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી મેળવી હતી. તેઓ પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી પર સંશોધન કરી રહ્યા હતા. આ અચાનક બનેલી દુખદ ઘટનાથી ભારતીય સમુદાય અને યુનિવર્સિટી પરિસરમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
'ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન્સ' (FIA-શિકાગો) દ્વારા યુનાઈટેડ સ્ટેટ્સમાં ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના આતંકવાદી હુમલાઓની સ્મૃતિમાં અને…
“દેશ રંગીલા” કાર્યક્રમ ભવ્ય, રંગારંગ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો Plano, Texas | September 19,…
એશિયન ગેમ્સ 2026માં મહિલા 10 મીટર એર રાઇફલ ટીમ સ્પર્ધામાં સોનમ ઉત્તમ મસ્કરને સિલ્વર મેડલ…
હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શનિવાર તા. 19 સપ્ટેમ્બર 2026 ના રોજ શ્રી રાધાષ્ટમી ઉત્સવ…
Driving Licence Norway | વિદેશમાં વસતા ભારતીયો માટે ત્યાંના સ્થાનિક નિયમો અને પ્રક્રિયાઓ ઘણીવાર આશ્ચર્યજનક અને…
US Immigration | અમેરિકામાં રહેતા પ્રવાસીઓ (NRI) માટે ઘણીવાર પોતાના માતા-પિતાને મળવા માટે બોલાવવું ખુશીની…