Triple Accident in Surendranagar | દસાડા તાલુકાના પાનવા ગામ પાસે બે કાર અને એક રિક્ષા વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માત (Triple Accident)માં રિક્ષામાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે, જ્યારે બે મહિલાઓ સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મળતી વિગતો અનુસાર, વડગામ અને શંખેશ્વર વચ્ચે આવેલા પાનવા કેનાલ પાસે બે કાર અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર (Accident) થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરતા 108ની ટીમ ઘટના અને દસાડા પોલીસનો કાફળો સ્થળે દોડી આવી હતી.
પોલીસના જણાવ્યાનુસાર, આ ઘટના (Accident)માં મેરાજી પરમાર (ઉ.વ.55) અને સેંધાજી પરમાર (ઉ.વ.35)નાં મોત થયા છે, અને અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકો અમદાવાદના દેત્રોજ બાજુના હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઈજાગ્રસ્તોમાં બે મહિલાઓ પણ છે, જેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે. હાલ અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે.’
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…