Skip to content
February 25, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • Gujarat
  • Video: સુરત પોલીસ બન્યા ‘ચાવાળા’ અને ગ્રાહક: 21 વર્ષ પહેલા હુમલો કરી ભાગેલા બે ભાઈઓ પ્રયાગરાજથી ઝડપાયા

Video: સુરત પોલીસ બન્યા ‘ચાવાળા’ અને ગ્રાહક: 21 વર્ષ પહેલા હુમલો કરી ભાગેલા બે ભાઈઓ પ્રયાગરાજથી ઝડપાયા

Chief Editor February 25, 2026
Surat Police Filmy style Crime Detection 

Surat Police SOG Film style Crime Detection | કાયદાના હાથ લાંબા હોય છે તે વાત સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ સાબિત કરી દીધી છે. સુરતના વરાછા (Varachha) વિસ્તારમાં 21 વર્ષ પહેલા હથિયાર સાથે હુમલો કરી ફરાર થયેલા બે સગા ભાઈઓને પોલીસ ટીમે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (Prayagraj) થી ફિલ્મી ઢબે ધરપકડ કરી છે.

ભિષ બદલીને ગોઠવ્યું જાળ આ ઓપરેશન (Operation) માટે હેડ કોન્સ્ટેબલ લાલભાઈ પોતે ‘ચાવાળા’ બન્યા હતા, જ્યારે કોન્સ્ટેબલ રામજીભાઈ લારી પર નજર રાખતા હતા. અન્ય એક હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ ગ્રાહક બનીને કલાકો સુધી સ્ટોલ પર બેસી રહ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ (Technical Surveillance) ની મદદથી આરોપીઓનું લોકેશન પ્રયાગરાજના અતરુસુઈયા ચોકડી પાસે હોવાની ખાતરી થતા પોલીસે આ વેશ ધારણ કર્યો હતો.

શૂન્યમાંથી કડીઓ જોડી વર્ષ 2005 માં વરાછામાં મારામારી અને હથિયારનો ગુનો નોંધી આ બંને ભાઈઓ ફરાર થઈ ગયા હતા. તેઓ જે ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા તેનું ડિમોલિશન (Demolition) થઈ ગયું હોવાથી પોલીસ પાસે કોઈ સરનામું નહોતું. જોકે, પોલીસે 200 થી વધુ જૂના પડોશીઓની પૂછપરછ કરી છેવટે જૌનપુર અને ત્યારબાદ પ્રયાગરાજ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.

સામાન્ય જીવન જીવતા હતા આરોપીઓ પકડાયેલા આરોપી સંતોષ યાદવ પ્રયાગરાજમાં ઈંડા અને ચાની લારી ચલાવતો હતો, જ્યારે બીજો ભાઈ શિયુ યાદવ ગેરેજ (Garage) ચલાવતો હતો. તેમને વિશ્વાસ હતો કે 21 વર્ષ પછી પોલીસ તેમને ક્યારેય નહીં શોધી શકે. સુરત પોલીસના ડીસીપી (DCP) રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, કડક મહેનત અને વ્યૂહરચનાને કારણે આ સફળતા મળી છે.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Surat SOG (સુરત SOG)

Post navigation

Previous: અમેરિકાના 15% ગ્લોબલ ટેરિફ છતાં ભારતીય રૂપિયો મજબૂત: ડોલરને આપી પછડાટ
Next: ‘નિર્દય દુનિયામાં…’: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગ છોડ્યા બાદ કરી પ્રથમ પોસ્ટ, કોના પર સાધ્યું નિશાન?

Related News

Surat Vesu Mass Suicide

સુરતના વેસુમાં એક જ પરિવારના 3 સભ્યોનો સામૂહિક આપઘાત

Chief Editor February 25, 2026
Unseasonal Rain

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, આજે 6 જિલ્લામાં યલો ઍલર્ટ

Chief Editor February 24, 2026
rajkot-mega-demolition-jungleshwar-rmc-operation

રાજકોટમાં ઐતિહાસિક મેગા ડિમોલિશન: જંગલેશ્વરમાં 1489 મકાનો જમીનદોસ્ત થશે

Chief Editor February 23, 2026
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
  • ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 5 મોટી ડિલ
  • ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ, પાયલોટ સહિત તમામ 7 મુસાફરનાં મોત
  • PM મોદીના ઇઝરાયલ પ્રવાસમાં થઈ શકે છે મોટી ડીલ, દુશ્મન દેશો ટેન્શનમાં
  • લવ જેહાદ રોકવા ગુજરાતના લગ્ન નોંધણીના કાયદાની હવે મહારાષ્ટ્રમાં પણ માંગ

You may have missed

Wedding Shooting in bihar's Buxar

Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર

Chief Editor February 25, 2026
Arijit Singh

‘નિર્દય દુનિયામાં…’: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગ છોડ્યા બાદ કરી પ્રથમ પોસ્ટ, કોના પર સાધ્યું નિશાન?

Chief Editor February 25, 2026
Surat Police Filmy style Crime Detection 

Video: સુરત પોલીસ બન્યા ‘ચાવાળા’ અને ગ્રાહક: 21 વર્ષ પહેલા હુમલો કરી ભાગેલા બે ભાઈઓ પ્રયાગરાજથી ઝડપાયા

Chief Editor February 25, 2026
Rupee and Dollar

અમેરિકાના 15% ગ્લોબલ ટેરિફ છતાં ભારતીય રૂપિયો મજબૂત: ડોલરને આપી પછડાટ

Chief Editor February 25, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.