ગાંધીનગર, 28 નવેમ્બર 2025: વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર ધરમપુર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં આયોજિત રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર (State Government’s 12th Chintan Shibir)ના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સકારાત્મક ચર્ચાનું વાતાવરણ જોવા મળ્યું હતું. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રીમંડળના સભ્યો અને મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિતના અધિકારીઓએ સામૂહિક વિકાસના લક્ષ્ય સાથે પાંચ જેટલા ગુ્રપ ડિસ્કશનમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ ચર્ચાઓનું કેન્દ્રબિંદુ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા માટે ગુજરાતની ક્ષમતા, જાહેર આરોગ્ય, ગ્રીન એનર્જી, જાહેર સુરક્ષા અને સેવા ક્ષેત્રને મજબૂત બનાવવાનું હતું.
વિકસિત ગુજરાતના નિર્માણ માટે ક્ષમતા નિર્માણ (Capacity Building) પરના સત્રમાં પ્રદર્શન મૂલ્યાંકન, કેડર પુનઃરચના અને સતત તાલીમ અંગે ચર્ચા થઈ હતી. મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, કુંવરજી બાવળિયા સહિતના આગેવાનોએ 2035 સુધીમાં અદ્યતન ટેકનોલોજીથી સજ્જ, ભવિષ્ય માટે તૈયાર કાર્યબળ તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો.
અન્ય એક સત્રમાં પોષણ અને જાહેર આરોગ્યની સમીક્ષા કરવામાં આવી, જેમાં માતૃ-બાળ મૃત્યુદર, એનિમિયા અને કુપોષણ જેવા સૂચકાંકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પછાત વર્ગોને રાજ્ય અને કેન્દ્રની યોજનાઓનો અસરકારક લાભ મળે, માળખાકીય સુવિધાઓ મજબૂત બને તથા ટેક્નોલોજી-આધારિત સુધારાઓ અપનાવવા પર સર્વસંમતિ સધાઈ હતી.
ગ્રીન એનર્જી અને પર્યાવરણ સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેટ ઝીરો 2070 અને 2030 સુધીમાં 500 GW બિન-અશ્મિભૂત ઉર્જાના લક્ષ્યાંકોને સાકાર કરવા પર મંથન થયું હતું. મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવોએ ગ્રીન એનર્જીનું ઉત્પાદન અને ઉપયોગ વધારવા, ઊર્જા આત્મનિર્ભરતા અને પર્યાવરણીય સુરક્ષા માટેની વર્તમાન વ્યૂહરચનાઓ પર ચર્ચા કરી.
જાહેર સુરક્ષા પરની પેનલ ચર્ચામાં રસ્તાઓ, સરકારી ઇમારતો, ટ્રાફિક વ્યવસ્થાપન, ફાયર સેફ્ટી અને કટોકટી સેવાઓ જેવા જાહેર જનતાને સીધી અસર કરતા ક્ષેત્રોમાં ટેકનોલોજીનું સંકલન, પારદર્શિતા અને જાગૃતિ અભિયાન દ્વારા કાર્યક્ષમ તથા વિશ્વસનીય સુરક્ષા પ્રણાલીઓ બનાવવાની યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, સેવા ક્ષેત્રના વિકાસ અને વૈવિધ્યકરણ પર પણ વિસ્તૃત ચર્ચા થઈ, જેમાં ગુજરાતને આઇટી, નાણાકીય સેવાઓ અને ગ્રીન ઇકોનોમી સંબંધિત સેવાઓમાં અગ્રણી બનાવવાની ભાવિ વ્યૂહરચનાઓ પર સૂચનો રજૂ કરાયા હતા.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…