વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં આયોજિત રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરમાં ગુજરાતને 2030 કોમનવેલ્થ ગેમ્સના યજમાનપદ મળવાની ઐતિહાસિક સફળતાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવિસ્મરણીય ઘડીને વધાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ઢોલ-નગારા, આતશબાજી અને શાળાના વિદ્યાર્થીઓના આદિવાસી નૃત્ય સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ મનોજકુમાર દાસ અને સનદી અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ એકબીજાને મીઠાઈ ખવડાવીને આનંદ વ્યક્ત કર્યો હતો.
PM મોદીના વિઝન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ફળ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઐતિહાસિક સફળતાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને દીર્ઘદૃષ્ટિનું પરિણામ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “નરેન્દ્રભાઈનું વિઝન છે કે, વિશ્વનો કોઈ દેશ કરી શકે તો ભારત પણ કરી જ શકે છે.” આ જ વિશ્વાસથી આજે આપણે દરેક ક્ષેત્રમાં વિશ્વ સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે PM મોદીએ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે તેના કારણે જ આ સફળતા મળી છે. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના પ્રયાસોના પરિણામે જ કોમનવેલ્થ ગેમ્સ 2030નું ભારતમાં આયોજન કરવા મંજૂરી મળી છે, જેનાથી ભારત વિશ્વને આંગણે આવકારવા અને સ્પોર્ટ્સ હબ બનવા માટે સજ્જ છે.
ટીમ ગુજરાતની મહેનત અને ઓલિમ્પિક્સનો લક્ષ્યાંક
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, કોમનવેલ્થ ગેમ્સના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેના નેતૃત્વનો અવસર ગુજરાતને મળવો એ ભારત માટે ગૌરવવંતી ક્ષણ છે. તેમણે કહ્યું કે, “નરેન્દ્રભાઇ મોદીએ 20 વર્ષ પહેલાં જે મહેનત કરી હતી તેનું આજે આપણને ફળ મળ્યું છે.” તેમણે રમતગમત વિભાગના ટીમવર્ક અને પ્રેઝન્ટેશનની સફળતાને યજમાનપદ મળવા માટે શ્રેય આપ્યો હતો. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની પ્રશંસા કરતાં જણાવ્યું કે, કોમનવેલ્થ ગેમ્સ બાદ હવે ઓલિમ્પિક્સ પણ ગુજરાતમાં લાવવા માટે પ્રયાસો ચાલુ છે અને આ તો માત્ર શરૂઆત છે. આ ઉજવણીના ભાગરૂપે મંત્રીમંડળ દ્વારા આતશબાજી કરવામાં આવી હતી અને ભારત-ગુજરાતનો વિકાસ આભને આંબી જાય તેવો સંદેશ આપવા માટે આકાશમાં બલૂન ઉડાડવામાં આવ્યા હતા.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…