Market Crash India | ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની આશંકાઓને કારણે વૈશ્વિક સ્તરે ઇંધણના સંકટની (Fuel crisis) સ્થિતિ સર્જાઈ રહી છે. આ વૈશ્વિક તણાવની સીધી અસર ભારતીય બજારો પર જોવા મળી છે. આજે શેરબજાર (Stock market) ખુલતાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો બોલાઈ ગયો હતો.
સેન્સેક્સમાં (Sensex) 671 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સનું જૂનું ક્લૉઝિંગ 75200.85 હતું જે આજે 74529.41 પર ખુલ્યો હતો.
બીજી તરફ નિફ્ટીમાં (Nifty) 221 પોઇન્ટનો કડાકો બોલાયો હતો. નિફ્ટીનું જૂનું ક્લૉઝિંગ 23618.00 હતું જે ઘટીને 23397.30 ના લેવલ સુધી પહોંચી ગયું હતું. જોકે, ત્યારબાદ બજારમાં થોડી રિકવરી (Recovery) જોવા મળી હતી.
શેરબજારની સાથે કિંમતી ધાતુઓમાં પણ ઘટાડો નોંધાયો છે. આજે ચાંદીમાં (Silver) 3269 રૂપિયા અને સોનામાં (Gold) 1121 રૂપિયાનો કડાકો બોલાઈ ગયો હતો. હાલમાં સોનું 160000 ની સપાટીથી નીચે છે, જ્યારે ચાંદી 270000 ની આસપાસ ટ્રેડ (Trade) થઈ રહી છે.
આ તરફ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ (Brent crude oil) 110$ ના સ્તરે પહોંચી ગયું છે, જેના કારણે આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની આશંકા છે. ટ્રમ્પની ઈરાન પર હુમલાની ધમકીઓ વચ્ચે ક્રૂડ ઓઇલ હજુ વધુ મોંઘું થઈ શકે છે.
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…
Sridhar Vembu Zoho | अमेरिका द्वारा ग्रीन कार्ड प्रक्रिया को निलंबित करने के बाद, ज़ोहो…
Sridhar Vembu Zoho | અમેરિકા દ્વારા ગ્રીન કાર્ડ પ્રક્રિયા અટકાવ્યા બાદ ઝોહોના ફાઉન્ડર શ્રીધર વેંબુએ…
Thrive2Gethr chapters | જ્યોર્જિયાના યુવા વિદ્યાર્થીઓએ એક પ્રેરણાદાયી પહેલ દ્વારા સમાજ સેવાના ક્ષેત્રે મોટું યોગદાન…
Hinduism Misunderstood Padmaja | અમેરિકામાં હિન્દુ ધર્મ પ્રત્યે પ્રવર્તતી ગેરસમજો અને પૂર્વગ્રહોને દૂર કરવા માટે…
Canada Student Admissions | भारत सरकार ने कनाडा में पढ़ाई के लिए जाने वाले छात्रों…