Categories: Uncategorized

RBI પ્રજાને ‘મોંઘવારીના ઝેરનો ઘૂંટડો’ પીવડાવશે, રૂપિયાને મજબૂત કરવા રેપો રેટ વધારે તેવા સંકેત

RBI Rate Hike | ડૉલર સામે રૂપિયામાં આવી રહેલા રેકોર્ડબ્રેક ઘટાડાએ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની ચિંતાઓ વધારી દીધી છે. રૂપિયાના આ ઐતિહાસિક ઘટાડાને રોકવા અને દેશની અર્થવ્યવસ્થાને સ્થિરતા આપવા માટે આરબીઆઈ હવે કેટલાક કડક આર્થિક પગલાં ઉઠાવી શકે છે, જેમાં વ્યાજદરો એટલે કે રેપો રેટ (Repo Rate)માં વધારો કરવો પણ સામેલ છે.

એક અહેવાલ અનુસાર, આરબીઆઈ ગવર્નર (RBI Governor) સંજય મલ્હોત્રા સહિતના ટોચના અધિકારીઓએ હાલના દિવસોમાં આ ગંભીર મામલે મહત્ત્વની બેઠકો કરી છે.

આ સપ્તાહે રૂપિયો ડૉલરની સામે તેના ઐતિહાસિક નીચલા સ્તરેથી ગગડીને પ્રતિ ડૉલર આશરે 97ના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. રૂપિયાની આ નબળાઈને રોકવા માટે વ્યાજદરો વધારવાનો વિકલ્પ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે.

આમ તો આરબીઆઈની આગામી મોનેટરી પોલિસી કમિટી (MPC) બેઠક 5 જૂનથી શરૂ થવાની છે, પરંતુ કટોકટીની ગંભીરતાને જોતા સેન્ટ્રલ બેન્ક (Central Bank) નક્કી કરેલા શિડ્યુલ પહેલા પણ ઇમરજન્સી મીટિંગ (Emergency Meeting) બોલાવીને રેટ્સમાં ફેરફાર કરી શકે છે.

આ પહેલા પણ મે 2022માં આરબીઆઈ અચાનક વ્યાજદરો વધારી ચૂકી છે. જો આરબીઆઈ દ્વારા વ્યાજદરોમાં વધારો કરવામાં આવશે, તો કોમર્શિયલ બેન્કો (Commercial Banks) પણ હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના વ્યાજદરો વધારી દેશે, જેનાથી સામાન્ય માણસ પર માસિક ઈએમઆઈ (EMI)નો બોજ સીધો વધી જશે.

રૂપિયાના મૂલ્યને બચાવવા માટે કેન્દ્રીય બેન્ક વર્ષ 2013ના ‘ટેપર ટેન્ટ્રમ’ (Taper Tantrum) સંકટ સમયના ફોર્મ્યુલાને ફરીથી અપનાવવા પર ગંભીર વિચારણા કરી રહી છે. તે સમયે વિદેશી ચલણનો પ્રવાહ વધારવાના આશયથી બેન્કો દ્વારા વિશેષ નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન (NRI) ડિપોઝિટ સ્કીમ શરૂ કરવામાં આવી હતી.

આરબીઆઈનો અંદાજ છે કે આ વિશેષ ડિપોઝિટ સ્કીમ (Deposit Scheme) લાવીને આ વખતે આશરે 50 અબજ ડૉલર (50 Billion Dollars) સુધીનું ફંડ મેળવી શકાય છે, જ્યારે 2013ના સંકટ દરમિયાન 30 અબજ ડૉલર એકઠા કરવામાં આવ્યા હતા.

આ સિવાય બજારમાં ડૉલરની અછતને દૂર કરવા માટે આરબીઆઈ અન્ય દેશોની કેન્દ્રીય બેન્કો સાથે વધારાના કરન્સી સ્વાપ એગ્રીમેન્ટ (Currency Swap Agreement) કરી શકે છે. તેમજ, વિદેશોમાંથી સીધા ડૉલર મેળવવા માટે સરકારની મદદથી ‘સોવરિન ડૉલર બોન્ડ’ (Sovereign Dollar Bond) જાહેર કરવા પર પણ મંથન ચાલી રહ્યું છે, જેનો અંતિમ નિર્ણય સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવશે.

Chief Editor

Recent Posts

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

2 hours ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

2 hours ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

2 hours ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

10 hours ago

NRI को सलाह देने पर ट्रोल हुए Zoho के संस्थापक श्रीधर वेम्बू, बोले- ‘विकल्प क्या है? भीख मांगें?’

Sridhar Vembu Zoho | अमेरिका द्वारा ग्रीन कार्ड प्रक्रिया को निलंबित करने के बाद, ज़ोहो…

11 hours ago

ઝોહોના સ્થાપક શ્રીધર વેંબુનું નિવેદન: ‘શું વિદેશમાં રહેવા ભીખ માંગીએ?’

Sridhar Vembu Zoho | અમેરિકા દ્વારા ગ્રીન કાર્ડ પ્રક્રિયા અટકાવ્યા બાદ ઝોહોના ફાઉન્ડર શ્રીધર વેંબુએ…

12 hours ago