Gujarat Rain Update | ગુજરાતમાં ચોમાસું પુરેપુરી રીતે સક્રિય થઈ ગયું છે, જેના કારણે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 17.26 ટકા વરસાદ નોંધાયો છે. આ સિઝનમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર રીજીયનમાં 23.33 ટકા રેકોર્ડ કરવામાં આવ્યો છે.
હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી સમય માટે સાબરકાંઠા, અરવલ્લી, ગીરસોમનાથ, અમરેલી, નવસારી અને વલસાડ સહિત 6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ (Red Alert) જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય અન્ય 9 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) ની જાહેરાત કરીને વહીવટી તંત્રને સજ્જ કરવામાં આવ્યું છે.
બંગાળની ખાડીમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય
હવામાન વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં (Bay of Bengal) એક મજબૂત લૉ પ્રેશર ઝોન (Low Pressure Zone) સર્જાયું હતું, જે હવે વધુ તીવ્ર બનીને ડિપ્રેશનમાં (Depression) ફેરવાઈ ગયું છે.
આ સિસ્ટમ ધીમે ધીમે મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે, જેના કારણે આગામી 24 કલાકમાં દેશના 16 રાજ્યોમાં ભારે વાવાઝોડા અને મૂશળધાર વરસાદની સંભાવના છે.
ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના મુંબઈમાં પણ ભારે વરસાદને પગલે શાળા અને કોલેજો બંધ રાખવાની ફરજ પડી છે. માછીમારોને આગામી 3 થી 4 દિવસ સુધી દરિયામાં ન જવાની કડક સૂચના આપવામાં આવી છે.
અમદાવાદમાં પ્રી-મોન્સૂન પ્લાનની પોલ ખુલી
સ્થાનિક સ્તરે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ગઈકાલે અચાનક 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ સામાન્ય વરસાદમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નો પ્રી-મોન્સૂન પ્લાન સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો છે.
શહેરના અનેક મુખ્ય રસ્તાઓ બેસી ગયા છે અને ટ્રાફિકથી ધમધમતા 4 અંડરપાસને 3 કલાક માટે બંધ કરવા પડ્યા હતા. બીજી તરફ જૂનાગઢના માંગરોળમાં 20 ઈંચ જેટલો વરસાદ પડતાં જનજીવન સંપૂર્ણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…