Punjab College Murder | પંજાબના તરનતારનમાં લૉ કોલેજમાં (Law College) ક્લાસરૂમમાં એક વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા કરી નાખી. આરોપી પ્રિન્સ રાજે સંદીપ કૌરને ગોળી માર્યા બાદ તે જ બંદૂકથી પોતે પણ આપઘાત (Suicide) કરી લીધો હતો.
આ ભયાનક ઘટનાના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) સામે આવ્યા છે, જેમાં આરોપી ફાયરિંગ કરતો જોવા મળે છે. ક્લાસરૂમમાં થયેલા આ ફાયરિંગને કારણે કોલેજ પરિસરમાં ભારે અફરાતફરી (Panic) અને ડરનો માહોલ છવાઈ ગયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોર વિદ્યાર્થી અને મૃતક વિદ્યાર્થિની બંને એક જ કોલેજમાં અભ્યાસ (Study) કરતા હતા.
#BREAKING A young man shot dead a student of Law College in Usma village of Tarn Taran and then committed suicide by shooting himself
woman has been identified as Sandeep Kaur, and the man as Prince Raj, a resident of Mallian village in Tarn Taran.#PunjabPolice #Tarntaran pic.twitter.com/XReXMWWRul— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) February 9, 2026
સૌથી મોટો સવાલ એ છે કે વિદ્યાર્થી કોલેજમાં પિસ્તોલ (Pistol) લઈને કેવી રીતે પ્રવેશ કરી શક્યો? ઘટના બાદ કોલેજ સંચાલકો ફરાર થઈ ગયા છે, જેનાથી સુરક્ષા (Security) અને તપાસ સામે અનેક શંકાઓ જન્મી છે.
પોલીસ હાલમાં આ કેસ એકતરફી પ્રેમ (One-sided love) કે જૂની અદાવતનો છે તેની તપાસ કરી રહી છે. DSP જગબીર સિંહે જણાવ્યું કે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (Post-mortem) માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પીડિત પરિવાર હવે આ મામલે ન્યાય (Justice) અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યો છે.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
