Business

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર: ભારતમાં પેટ્રોલ-ડીઝલ રૂ. 5 અને ઘરેલુ LPG રૂ. 50 મોંઘા થવાના એંધાણ

Fuel Price Hike | મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલી તંગદિલીની સીધી અસર હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર પડવા જઈ રહી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ (Crude Oil) ના પુરવઠામાં અવરોધ ઊભો થતા આગામી દિવસોમાં પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. ખાસ કરીને હોર્મુઝની ખાડીમાં સર્જાયેલા તણાવને કારણે તેલના ટેન્કરો અટવાઈ પડ્યા છે, જેનાથી વૈશ્વિક બજારમાં સપ્લાય ચેઈન (Supply Chain) ખોરવાઈ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી 5 થી 7 દિવસમાં ભાવ વધારાની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 4 થી 5 રૂપિયાનો વધારો થવાની પૂરી શક્યતા છે.

બીજી તરફ, ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં પણ 40 થી 50 રૂપિયાનો ઝીંકો ઝીંકાઈ શકે છે. હાલમાં દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.67 રૂપિયા છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103 રૂપિયાને પાર છે. જો રસોઈ ગેસમાં 50 રૂપિયાનો વધારો થાય, તો દિલ્હીમાં સિલિન્ડરનો ભાવ 960 રૂપિયાથી ઉપર પહોંચી જશે.

ભારત સરકાર હાલ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઉર્જાના ભાવ વધવાને કારણે સ્થાનિક સ્તરે મોંઘવારી (Inflation) વધવાની ભીતિ સેવાઈ રહી છે.

ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતા શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધી શકે છે. મધ્ય પૂર્વમાં વધતી જતી અસ્થિરતા (Instability) ભારતીય અર્થતંત્ર માટે આગામી સમયમાં પડકારજનક સાબિત થઈ શકે છે.

Chief Editor

Recent Posts

અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ

THC Trafficking Ring | અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં એક બહુચર્ચિત અને મલ્ટિ-મિલિયન ડોલરના ગેરકાયદેસર ડ્રગ ટ્રાફિકિંગ…

16 hours ago

અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો

Gold Scam | અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રેન્ડ્ઝવુડ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવીને 500,000 ડોલર…

16 hours ago

ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી

Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…

3 days ago

ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…

3 days ago

ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…

3 days ago

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…

3 days ago