Niv Agaram JD Vance | અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ (JD Vance) એ H-1B વિઝા ધારકો વિશે આપેલા પોતાના નિવેદન પર પીછેહઠ કરવી પડી છે.
CBS ન્યૂઝ ટાઉન હોલ દરમિયાન ભારતીય મૂળની મહિલા નિવૃતિ અગારામ (Nivriti Agaram) ના તીખા સવાલો સામે વેન્સે સ્વીકાર્યું કે H-1B વિઝા ધારકોને ‘ગિરમિતિયા મજૂર’ (Indentured Servants) કહેવાનું તેમનું નિવેદન સંપૂર્ણપણે યોગ્ય નહોતું.
જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલી નિવ અગારામે વેન્સને જણાવ્યું કે 5 વર્ષ પહેલા અમેરિકી નાગરિક બન્યા પછી તેણે પહેલો વોટ ટ્રમ્પ-વેન્સ જોડીને આપ્યો હતો.
તેણે સીમા સુરક્ષા અને ડ્રગ્સ જેવા મુદ્દાઓ પર વોટ આપ્યો હતો, નહીં કે એટલા માટે કે વિદેશીઓ અમેરિકનોની નોકરીઓ છીનવી રહ્યા છે. નિવ અગારામે વેન્સને સવાલ કર્યો કે ICE (ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ) સૈન્ય પોલીસની જેમ વર્તી રહી છે અને સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે ઇમિગ્રન્ટ્સને કેમ બલિનો બકરો બનાવી રહી છે?
આ સવાલના જવાબમાં જેડી વેન્સે સ્પષ્ટતા કરી કે તેનો હેતુ તમામ H-1B વિઝા ધારકોની ટીકા કરવાનો નહોતો પરંતુ તે કંપનીઓ સામે હતો જે ખોટો દાવો કરીને વિદેશી વર્કર્સ લાવે છે અને તેમની સાથે બોન્ડ જેવા કરાર કરે છે.
વેન્સે પોતાના સાસુ-સસરા ભારતીય મૂળના હોવાનો ઉલ્લેખ કરીને કહ્યું કે તે ઇમિગ્રેશન સિસ્ટમને બદનામ કરવા નથી માગતા, પરંતુ દેશમાં સામાજિક એકતા જાળવી રાખવા માગે છે.
ઉલ્લેખનીય છે કે, નિવ અગારામનો પરિવાર 20 વર્ષ પહેલાં અમેરિકા શિફ્ટ થયો હતો. નિવ ભૂતકાળમાં પણ અન્યાયી ઇમિગ્રેશન નીતિઓ અને ICE ના કડક વલણ સામે અવાજ ઉઠાવતી રહી છે અને વિરોધ પ્રદર્શનોમાં સક્રિય ભાગ લીધો છે.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
