World

Israelમાં પણ Royal Enfieldનો દબદબો, PM નેતન્યાહૂને જોતા જ ગમી ગઈ બાઇક!

Modi Netanyahu Royal Enfield Bike | વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઈઝરાયેલ (Israel) ના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે જેરૂસલેમમાં આયોજિત એક ભવ્ય ટેક એક્ઝિબિશન (Tech Exhibition) માં ભાગ લીધો હતો.

આ પ્રદર્શનમાં કૃષિ, વોટર મેનેજમેન્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સાયબર સુરક્ષા જેવા ભવિષ્યવાદી ક્ષેત્રોની નવીનતમ ટેકનોલોજી રજૂ કરવામાં આવી હતી.

આ પ્રદર્શનની સૌથી ખાસ તસવીર ત્યારે સામે આવી જ્યારે બંને દિગ્ગજ નેતાઓ ભારતની પ્રખ્યાત રોયલ એનફિલ્ડ ગોઅન ક્લાસિક 350 (Royal Enfield Goan Classic 350) મોટરસાઇકલનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા.

આ બાઇક ભારતની મેન્યુફેક્ચરિંગ તાકાત અને ઈઝરાયેલમાં ભારતીય ઉત્પાદનોની વધતી લોકપ્રિયતાનું પ્રતીક બની છે. ઈઝરાયેલમાં રોયલ એનફિલ્ડના ક્લાસિક ડિઝાઇન (Classic Design) અને ક્રુઝર સ્ટાઇલ (Cruiser Style) ના ચાહકોની મોટી સંખ્યા છે.

ગોઅન ક્લાસિક 350ની વિશેષતાઓ

આ મોટરસાઇકલ તેના શક્તિશાળી એન્જિન અને આકર્ષક લુક માટે જાણીતી છે: તેમાં 349 cc નો એર-ઓઇલ કૂલ્ડ એન્જિન છે, જે 20.2 bhp પાવર અને 27 Nm ટોર્ક જનરેટ કરે છે. 2026 મોડેલમાં સ્લિપર ક્લચ અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે USB ટાઇપ-C પોર્ટ આપવામાં આવ્યો છે. બોબર સ્ટાઇલ (Bobber Style) લુક, સિંગલ ફ્લોટિંગ સીટ અને વ્હાઇટ સાઇડવોલ ટાયર તેની મુખ્ય વિશેષતા છે.

ભારતીય બજારમાં આ બાઇકની શરૂઆતની કિંમત 2.20 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. આ પ્રદર્શનમાં મોદી અને નેતન્યાહુની મુલાકાતે બંને દેશો વચ્ચેના મજબૂત ટેકનોલોજીકલ અને વેપારી સંબંધો પર મહોર લગાવી છે.

Chief Editor

Recent Posts

સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા

Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war)  વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…

3 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર

US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…

3 hours ago

ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી

US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…

5 hours ago

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…

6 hours ago

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…

6 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…

6 hours ago