મધ્ય પૂર્વ (Middle East) માં યુદ્ધની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. લાંબા સમયથી ચાલી રહેલા તણાવ બાદ, ઈઝરાયલે ઈરાનની રાજધાની તહેરાન (Tehran) સહિતના વિસ્તારોમાં મોટો હવાઈ હુમલો કર્યો છે. આ હુમલા બાદ ઈરાને વળતો પ્રહાર કરતા બહેરીન (Bahrain) અને યુએઈ (UAE) માં આવેલા અમેરિકન સૈન્ય બેઝ (Military Base) પર 70 થી વધુ બેલેસ્ટિક મિસાઈલો ઝીંકી દીધી છે.
ઈરાને ઈઝરાયલ સાથે હવે અમેરિકાને પણ નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. બહેરીન, યુએઈ અને કુવૈતમાં સ્થિત અમેરિકન ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા થતાં જ સમગ્ર મધ્ય પૂર્વમાં ખળભળાટ મચી ગયો છે. ઈરાને આ કાર્યવાહીને ‘ધ સીઝ ઓફ ખૈબર’ (The Siege of Khaibar) ઓપરેશન નામ આપ્યું છે. ઈરાનના આ પગલાથી મધ્ય પૂર્વમાં અમેરિકાની સ્થિતિ વધુ જટિલ બની છે.
ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ પુષ્ટિ કરી છે કે તેમણે ઈરાનમાં પૂર્વ-નિયોજિત કાર્યવાહી કરી છે. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ કડક શબ્દોમાં કહ્યું છે કે, “ઈરાને તેનો પરમાણુ પ્રોજેક્ટ (Nuclear Project) બંધ કરવો જ પડશે.” તેમણે IRGC ને શરણાગતિ સ્વીકારવા અથવા ગંભીર પરિણામો ભોગવવા માટે ચેતવણી આપી છે. ઈઝરાયલે આ ઓપરેશનને ‘શીલ્ડ ઑફ જુદાહ’ (Shield of Judah) નામ આપ્યું છે.
યુદ્ધની આ સ્થિતિમાં રશિયાએ પણ મોટું નિવેદન આપ્યું છે. રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધતા કહ્યું છે કે, “ટ્રમ્પ પોતાને શાંતિદૂત કહે છે, પરંતુ તેમણે પોતાનો અસલ રંગ બતાવી દીધો છે.” બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ઈરાન ક્યારેય પરમાણુ શક્તિ (Nuclear Power) નહીં બની શકે. ટ્રમ્પે ઈરાની નાગરિકોને રસ્તા પર ઉતરી આવીને સત્તા પલટ કરવાની અપીલ પણ કરી છે.
ઈરાનની મદદ માટે યમન અને લેબેનોન પણ યુદ્ધમાં સામેલ થઈ ગયા છે. યમનના હૌથી (Houthi) વિદ્રોહીઓએ રાતા સમુદ્ર (Red Sea) માં જહાજોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. જ્યારે લેબેનોનમાં હિઝબુલ્લાહ (Hezbollah) દ્વારા ઈઝરાયલ તરફ મિસાઈલો દાગવામાં આવી રહી છે.
આ સંઘર્ષને કારણે ઈરાનમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને દેશભરમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ઈઝરાયલે તેના ‘આયરન ડોમ’ (Iron Dome) ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરી દીધી છે. દિલ્હીથી તેલ અવીવ જતી એર ઈન્ડિયા (Air India) ની ફ્લાઈટ સુરક્ષાના કારણોસર પાછી ફેરવી લેવામાં આવી છે. ઈરાક, બહેરીન અને યુએઈ સહિતના અનેક દેશોએ પોતાનું એર સ્પેસ (Airspace) બંધ કરી દીધું છે.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…