National

મિડિલ ઈસ્ટ સંકટ: ભારતની 180 ફ્લાઈટ્સ કેન્સલ, એર ઈન્ડિયાએ મુસાફરો માટે જારી કરી એડવાઈઝરી

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં અમેરિકા (USA), ઈઝરાયેલ (Israel) અને ઈરાન (Iran) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે હવાઈ મુસાફરી પર પડી રહી છે. સુરક્ષાના કારણોસર અત્યાર સુધીમાં ભારતની અંદાજે 180 ફ્લાઈટ્સ કેન્સલ (Flights Cancel) કરવામાં આવી છે. અહેવાલો મુજબ, ઈરાનમાં મૃત્યુઆંક 1,000 ને વટાવી ગયો છે, જ્યારે લેબનાન (Lebanon) અને ઈઝરાયેલમાં પણ ભારે જાનહાનિ થઈ છે.

એરપોર્ટ પર ફ્લાઈટ્સની સ્થિતિ પશ્ચિમ એશિયામાં એરસ્પેસ (Airspace) પ્રતિબંધોને કારણે 4 માર્ચના રોજ મુંબઈ (Mumbai), દિલ્હી (Delhi) અને બેંગલુરુ (Bengaluru) જેવા મોટા શહેરોમાંથી ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. મુંબઈ એરપોર્ટ પરથી કુલ 93, દિલ્હીથી 52 અને બેંગલુરુથી 34 ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી. ઈન્ડિગો (IndiGo) એ જણાવ્યું કે 28 ફેબ્રુઆરીથી 3 માર્ચ વચ્ચે તેમની 500 થી વધુ ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ થઈ છે.

એર ઈન્ડિયા અને દૂતાવાસની એડવાઈઝરી એર ઈન્ડિયા (Air India) એ જાહેરાત કરી છે કે મિડિલ ઈસ્ટ માટેની મોટાભાગની ઉડ્ડયન સેવાઓ 5 માર્ચ 2026 ના રોજ રાત્રે 11:59 વાગ્યા (IST) સુધી સ્થગિત રહેશે. જોકે, જેદ્દાહ (Jeddah) માટેની કેટલીક ફ્લાઈટ્સ ફરી શરૂ કરવામાં આવશે. કતાર (Qatar) ની રાજધાની દોહા (Doha) માં ભારતીય દૂતાવાસે મુસાફરોને એરલાઈન્સના સંપર્કમાં રહેવા સૂચના આપી છે, કારણ કે હમાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Hamad International Airport) પર કામગીરી કામચલાઉ ધોરણે બંધ છે.

ફસાયેલા ભારતીય મુસાફરોને પરત લાવવા માટે સ્પાઈસજેટ (SpiceJet) અને એર ઈન્ડિયા દ્વારા દુબઈ (Dubai) અને ફુજૈરાહથી વિશેષ ફ્લાઈટ્સ (Special Flights) ચલાવવામાં આવી રહી છે.

Chief Editor

Recent Posts

Iran War: સહયોગી દેશો પર કેમ ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ? બ્રિટન અને સ્પેન સામે નોંધાવ્યો વિરોધ

ઈરાન (Iran) સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પોતાના જ…

3 hours ago

અમેરિકાનું શક્તિ પ્રદર્શન: ઈરાન સાથેના તણાવ વચ્ચે ‘ડૂમ્સડે’ મિસાઈલનું પરીક્ષણ, હિરોશિમા કરતા 20 ગણી વધુ વિનાશક

મિડિલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલા યુદ્ધ અને ઈરાન (Iran) સાથેના વધતા તણાવ વચ્ચે…

5 hours ago

GSSP-પ્લેનો દ્વારા જય કનૈયા લાલ કીનો શો

GSSP-પ્લેનો દ્વારા જય કનૈયા લાલ કીનો શો

1 day ago

McKinney,Txમાં ભવ્ય હોળી

૪ માર્ચ દોલોત્સવ અને ૭ માર્ચના મંદિર ના પાર્ક માં ભવ્ય રંગોત્સવ McKinney,Txમાં ભવ્ય હોળી…

1 day ago

અમેરિકા, કોપેલમાં વસંતપંચમી

  શ્રીનાથજીબાવા ની અસીમ કૃપા અને પૂજ્ય પાદ ગોસ્વામી શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના આશીર્વાદ થી શ્રીનાથધામ…

1 day ago

અમેરિકા-એલન માં “ૐ નમઃ શિવાય”ની ધૂન

1008 પાર્થિવ શિવલિંગો બનાવી ભવ્ય શિવલિંગ મહાપૂજા રાધા કૃષ્ણ મંદિર, એલેન ખાતે 13 થી 16…

1 day ago