World

અમેરિકાનું શક્તિ પ્રદર્શન: ઈરાન સાથેના તણાવ વચ્ચે ‘ડૂમ્સડે’ મિસાઈલનું પરીક્ષણ, હિરોશિમા કરતા 20 ગણી વધુ વિનાશક

મિડિલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલા યુદ્ધ અને ઈરાન (Iran) સાથેના વધતા તણાવ વચ્ચે અમેરિકાએ કેલિફોર્નિયાના દરિયાકાંઠે પોતાની અત્યંત શક્તિશાળી ‘ડૂમ્સડે’ (Doomsday) બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે.

ન્યૂયોર્ક પોસ્ટ (New York Post)ના અહેવાલ મુજબ, કેલિફોર્નિયાના વેન્ડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઝ (Vandenberg Space Force Base) પરથી રાત્રે 11 વાગ્યે ‘મિનિટમેન III’ (Minuteman III) બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરવામાં આવી હતી. આ મિસાઈલ હિરોશિમા (Hiroshima) પર ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બ કરતા 20 ગણી વધુ તાકાત ધરાવતા હથિયાર લઈ જવા માટે સક્ષમ છે.

યુએસ સ્પેસ ફોર્સ (US Space Force) ના જણાવ્યા અનુસાર, ‘GT 254’ તરીકે ઓળખાતા આ નિઃશસ્ત્ર રોકેટે માર્શલ આઈલેન્ડ (Marshall Islands) નજીક તેના લક્ષ્ય પર સચોટ પ્રહાર કર્યો હતો. ગ્લોબલ સ્ટ્રાઈક કમાન્ડે સ્પષ્ટતા કરી છે કે આ પરીક્ષણ મિસાઈલ સિસ્ટમની અસરકારકતા (Effectiveness) અને સચોટતા (Accuracy) ચકાસવા માટે કરવામાં આવ્યું હતું.

મિડિલ ઈસ્ટમાં વધતો જંગનો ખતરો તાજેતરમાં અમેરિકા અને ઈઝરાયેલ (Israel) ના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ સમગ્ર મિડિલ ઈસ્ટમાં સ્થિતિ ગંભીર બની છે. હિઝબુલ્લાહ (Hezbollah) અને ઈરાન દ્વારા ઈઝરાયેલ તેમજ અમેરિકી ઠેકાણાઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે (President Trump) પણ ઈરાન પર હુમલા તેજ કરવાની ચેતવણી આપી છે.

શું છે મિનિટમેન III (Minuteman III)? મિનિટમેન III એ અમેરિકાની સૌથી જૂની ICBM (Intercontinental Ballistic Missile) છે, જે 1970 ના દાયકાથી સેવામાં છે. આ મિસાઈલ જમીન પરથી લોન્ચ થાય છે અને 13,000 કિલોમીટર (13,000 km) દૂર સુધી માર કરી શકે છે. અમેરિકા પાસે આવી અંદાજે 400 મિસાઈલો છે, જે રશિયા (Russia) અને ચીન (China) જેવા દેશો સામે સુરક્ષા કવચ તરીકે કામ કરે છે.

Chief Editor

Recent Posts

પિંક ગરબા અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ

આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…

2 days ago

અમેરિકામાં ભારતીય મૂળના અબજોપતિ સંજય ગોવિલ બનાવશે 10,000 દર્શકોની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ

અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…

2 days ago

ડંકી રૂટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણી માગી

Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…

2 days ago

અમેરિકામાં 7 વર્ષ નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિએ કામકાજની સંસ્કૃતિનો અનુભવ શેર કર્યો

Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…

2 days ago

અમેરિકામાં મતદાન કૌભાંડ: “મને ખબર નહોતી કે હું વોટ ન આપી શકું”, કમલેશ શાહનો દાવો

Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…

5 days ago