NRI

માલિબુ કાર અકસ્માત કેસ: આશા વીર સહિત 4 વિદ્યાર્થીઓના મોત મામલે મર્ડર કેસ ચાલશે

Malibu Crash Murder | કેલિફોર્નિયા (California)ના પૅસિફિક કોસ્ટ હાઇવે (Pacific Coast Highway) પર પેપરડાઇન યુનિવર્સિટી (Pepperdine University)ના 4 વિદ્યાર્થીઓના માર્ગ અકસ્માતમાં થયેલા મોત અંગેનો ચર્ચિત કેસ હવે એક મહત્વપૂર્ણ તબક્કામાં પહોંચ્યો છે.

કેલિફોર્નિયાની અદાલતે આરોપી ડ્રાઇવર સામેના 4 મર્ડર ચાર્જ (Murder Charges) રદ કરવાનો ઇનકાર કરી દીધો છે, જેથી હવે આ કેસમાં કાનૂની કાર્યવાહી આગળ વધશે.

આ કરૂણ ઘટના 17 ઓક્ટોબર 2023ના રોજ માલિબુ (Malibu)માં બની હતી, જ્યારે 21 વર્ષીય ભારતીય મૂળની વિદ્યાર્થીની આશા વીર (Asha Weir) અને તેની સાથે અભ્યાસ કરતી અન્ય ત્રણ વિદ્યાર્થીનીઓ ડેસ્લિન વિલિયમ્સ (Deslyn Williams), નિયામ રોલસ્ટન (Niamh Rolston), અને પેયટોન સ્ટુઅર્ટ (Peyton Stewart) હાઇવેના રોડ સાઇડ પર ઊભી હતી.

24 વર્ષીય આરોપી ફ્રેઝર માઇકલ બોહમ (Fraser Michael Bohm) પર આરોપ છે કે તે પોતાની BMW કાર 45 mph ના સ્પીડ ઝોનમાં 100 mph થી વધુની ઓવરસ્પીડ (Over Speed) માં ચલાવી રહ્યો હતો.

નિયંત્રણ ગુમાવતા તેની કાર પાર્ક કરેલી ગાડીઓ સાથે અથડાઈ હતી, જે બાદ આ વિદ્યાર્થીનીઓને જોરદાર ટક્કર વાગતા ચારેયના સ્થળ પર જ મોત નિપજ્યા હતા.

લોસ એન્જલસ કાઉન્ટી સુપિરિયર કોર્ટના જજ થૉમસ રુબિન્સને (Thomas Rubinson) આરોપીના વકીલ દ્વારા કેસ ફગાવી દેવાની અરજીને રદ કરી દીધી છે, જેથી સપ્ટેમ્બર મહિનાથી આ કેસની જ્યુરી ટ્રાયલ (Jury Trial) શરૂ થવાનો માર્ગ મોકળો થયો છે.

સરકારી વકીલોનું કહેવું છે કે આટલી અતિશય ઝડપ માનવ જીવન પ્રત્યેની બેદરકારી દર્શાવે છે, તેથી આ કેસ સામાન્ય વાહન અકસ્માત (Vehicular Manslaughter) નહીં પણ સેકન્ડ-ડિગ્રી મર્ડરનો બને છે.

બીજી તરફ, આરોપીના વકીલે દાવો કર્યો હતો કે આ એક દુઃખદ અકસ્માત (Accident) હતો. તેમણે દલીલ કરી હતી કે અકસ્માત સમયે આરોપી દારૂ કે નશાની હાલતમાં નહોતો અને તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી.

આ ઘટનામાં જીવ ગુમાવનાર આશા વીર એક હોંશિયાર ઇંગ્લિશ મેજર (English Major) વિદ્યાર્થીની હતી, જે પેપરડાઇનની ઇન્ડિયન સ્ટુડન્ટ એસોસિએશન (Indian Student Association) માં સક્રિય હતી.

યુનિવર્સિટીએ ચારેય મૃતક વિદ્યાર્થીનીઓની સ્મૃતિમાં શિષ્યવૃત્તિ અને મેમોરિયલ સ્મારકની સ્થાપના કરી છે. હવે સપ્ટેમ્બરમાં શરૂ થનારી સુનાવણી પર સૌની નજર રહેશે.

Chief Editor

Recent Posts

ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી

Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…

5 hours ago

ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…

7 hours ago

ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…

17 hours ago

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…

18 hours ago

મોદીની ચમચાગીરી ભારે પડી

મોદીની ચમચાગીરી ભારે પડી એક સમયે મોદીની ચમચાગીરી કરનારા આજે મોદીની કટ્ટર વિરોધી બની ગયા…

18 hours ago

₹2,000 સુધી UPI પેમેન્ટ ફ્રી, ત્યાર બાદ લાગશે ચાર્જ! જાણો નવા નિયમો

UPI MDR Charges | કેન્દ્ર સરકારે અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI…

18 hours ago