US Visa Fraud | યુનાઇટેડ સ્ટેટ્સ (USA) માં કાયદાકીય વિઝા મેળવવા માટે બનાવટી ગુનાઓ અને નકલી લૂંટની ઘટનાઓ ઊભી કરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
મેસેચ્યુસેટ્સ (Massachusetts) માં ગેરકાયદેસર રીતે રહેતા 40 વર્ષીય ભારતીય નાગરિક મિતુલ પટેલ (Mitul Patel) ને વિઝા ફ્રોડ (Visa Fraud) ના કૌભાંડમાં સામેલ હોવા બદલ એક દિવસની જેલની સજા સંભળાવવામાં આવી છે અને તેને તરત જ USA માંથી ડિપોર્ટ (Removal) કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
યુએસ ડિસ્ટ્રિક્ટ જજ મ્યોંગ જે. જોન દ્વારા મિતુલ પટેલને જેલની સજા સાથે $1,000 (ડોલર) નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. યુએસ એટર્ની ઓફિસના જણાવ્યા અનુસાર, મિતુલ પટેલે યુ-વિઝા (U Visa) મેળવવા માટે આખી રમત રચી હતી. ઉલ્લેખનીય છે કે યુ-વિઝા એ અમેરિકામાં ગંભીર ગુનાઓનો ભોગ બનેલા અને પોલીસ તપાસમાં મદદ કરતા પીડિતોને આપવામાં આવતી માનવતાવાદી રાહત છે.
સરકારી વકીલોના આક્ષેપ મુજબ, મિતુલ પટેલે ઓક્ટોબર 2023 માં વોર્સેસ્ટર (Worcester) ના એક સ્ટોરમાં નકલી સશસ્ત્ર લૂંટ (Staged Armed Robbery) નો પ્લાન ઘડવા માટે મુખ્ય સૂત્રધાર રામભાઈ પટેલ (Rambhai Patel) ને પૈસા આપ્યા હતા. આ બનાવટી ઘટનાનો મુખ્ય હેતુ વિઝા અરજી માટે નકલી પુરાવા અને પોલીસ રિપોર્ટ તૈયાર કરવાનો હતો.
તપાસ એજન્સીઓના મતે, માર્ચ 2023 થી શરૂ થયેલા આ નેટવર્કે મેસેચ્યુસેટ્સ અને અન્ય સ્થળોએ આશરે 6 થી વધુ બોગસ લૂંટના બનાવો બનાવ્યા હતા. આ ફેક લૂંટમાં લૂંટારા હથિયાર સાથે સ્ટોરમાં પ્રવેશતા, કર્મચારીઓને ધમકાવી રોકડ રકમ લઈને ભાગી જતા અને સીસીટીવી (CCTV) ફૂટેજ બનાવતા જેથી વિઝા ક્લેમ મજબૂત થઈ શકે.
મે 2026 માં પટેલે પોતાનો ગુનો કબૂલ્યો હતો. જોકે, વિઝા ફ્રોડમાં મહત્તમ 5 વર્ષની જેલની સજાની જોગવાઈ છે, પરંતુ કોર્ટે ગાઇડલાઇન્સ મુજબ તેને એક દિવસની સજા અને ડિપોર્ટેશનનો ચુકાદો આપ્યો છે. માર્ચ 2026 માં ફેડરલ સત્તાવાળાઓએ આ રેકેટમાં 11 ભારતીય નાગરિકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી.
Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…
રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…
મોદીની ચમચાગીરી ભારે પડી એક સમયે મોદીની ચમચાગીરી કરનારા આજે મોદીની કટ્ટર વિરોધી બની ગયા…
UPI MDR Charges | કેન્દ્ર સરકારે અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI…