Kirti Patel Controversy | સોશિયલ મીડિયા (Social Media) પર સતત ચર્ચામાં રહેતી કીર્તિ પટેલ (Kirti Patel) ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. જૂનાગઢના ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીના મેળા (Maha Shivratri Mela) દરમિયાન કીર્તિ પટેલે મૃગીકુંડમાં (Mrigi Kund) ડૂબકી લગાવી હતી.
ભગવા વસ્ત્રો ધારણ કરી સાધુ-સંતોના શાહી સ્નાન (Shahi Snan) સમયે કુંડમાં ઉતરી પડતા ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
મહાશિવરાત્રીના મેળાના અંતિમ દિવસે જ્યારે સાધુઓની પરંપરાગત રવેડી (Ravedi) નીકળી હતી, ત્યારે કીર્તિ પટેલ (Kirti Patel) ભગવા વસ્ત્રો પહેરીને ત્યાં પહોંચી હતી.
વાઈરલ વીડિયોમાં (Viral Video) જોઈ શકાય છે કે કીર્તિ સાધુઓની વચ્ચે મૃગીકુંડમાં ડૂબકી લગાવી ‘હર હર મહાદેવ’ના નાદ કરી રહી છે. આ ઘટનાની જાણ થતા જ તંત્રએ તાત્કાલિક કીર્તિ પટેલ (Kirti Patel)ને ત્યાંથી દૂર કરી હતી.
આ મામલે પ્રાંત અધિકારીએ (Prant Officer) જણાવ્યું છે કે મૃગીકુંડના નીતિ-નિયમો અંગે સાધુ-સંતો સાથે ચર્ચા કરવામાં આવશે. જો આ કૃત્યથી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હોવાનું જણાશે, તો કીર્તિ પટેલ (Kirti Patel) સામે કાયદેસરની કાર્યવાહી (Legal Action) હાથ ધરવામાં આવશે. આ ઘટનાને લઈને સ્થાનિક સાધુ-સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…