Medicare fraud | અમેરિકાના હેલ્થ કેર પ્રોગ્રામ સાથે સંકળાયેલા અંદાજે રૂ. 8.89 અબજ ($93 મિલિયન)ના મેડિકેર ફ્રોડ કેસમાં ભારતીય મૂળના લેબોરેટરી માલિકને યુએસ સત્તાવાળાઓ દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસેસના જણાવ્યા અનુસાર, 46 વર્ષીય ખદીર ખાન મોહમ્મદે ટેક્સાસ સ્થિત પોતાની લેબનો ઉપયોગ કરીને ખોટા દાવા રજૂ કર્યા હતા.
ખદીર ખાને ટેક્સાસના રિચર્ડસનમાં અમેરિકન પ્રીમિયર લેબ્સ LLC ચલાવી હતી. ઓગસ્ટ 2023 થી ઓક્ટોબર 2024 દરમિયાન તેણે જિનેટિક ટેસ્ટિંગના નામે ખોટા ક્લેઈમ મોકલ્યા હતા.
ડેટા મુજબ, મોહમ્મદે આશરે $93 મિલિયનના ફ્રોડ ક્લેઈમ સબમિટ કર્યા હતા, જેની સામે મેડિકેરે ઓછામાં ઓછા $65 મિલિયન ચૂકવ્યા હતા.
માત્ર 10 દિવસમાં જ $13 મિલિયન ચૂકવાયા હોવાનું સામે આવ્યું છે. કૌભાંડમાં અન્ય ડૉક્ટરોની અંગત માહિતી તેમની જાણ વગર વાપરવામાં આવી હતી.
યુએસ એજન્સીઓ અને FBI આ કેસની તપાસ કરી રહી છે અને તેના બેંક ખાતાઓમાંથી અંદાજે $6 મિલિયન જપ્ત કરવામાં આવ્યા છે.
સત્તાવાળાઓનું માનવું છે કે ફરાર થયેલ ખદીર ખાન મોહમ્મદ હાલ ભારતના હૈદરાબાદ શહેરમાં છુપાયેલો હોઈ શકે છે.
