Ketu Gochar 2026 | જ્યોતિષ શાસ્ત્રમાં રહસ્યમય ગણાતો ગ્રહ કેતુ (Ketu) નવા વર્ષની શરૂઆતમાં જ પોતાનું નક્ષત્ર બદલી રહ્યો છે. કેતુ હવે પૂર્વાફાલ્ગુની નક્ષત્ર (Purva Phalguni Nakshatra) ના પ્રથમ ચરણમાં પ્રવેશ કરશે. આ ગોચરની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે, જેમાં કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે તો કેટલીક રાશિઓએ માનસિક અને આર્થિક પડકારોનો સામનો કરવો પડી શકે છે.
જ્યોતિષ મુજબ કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે જે પાછલા જન્મના કર્મોનો હિસાબ કરે છે:
કરિયર અને સંબંધો: કેતુ નબળો હોય તો કરિયરમાં અડચણો આવે છે અને પરિવારમાં વિખવાદ કે છૂટાછેડા (Divorce) જેવી સ્થિતિ સર્જાય છે.
માનસિક સ્વાસ્થ્ય: કેતુ ભ્રમ (Confusion), તણાવ અને ડિપ્રેશન આપી શકે છે.
શારીરિક અસરો: તે પાચનતંત્ર, ચેતાતંત્ર (Nervous System) અને હૃદયને લગતી બીમારીઓનું કારણ બની શકે છે. નબળા કેતુના પ્રભાવ હેઠળ વ્યક્તિ વ્યસન તરફ વળી શકે છે.
કેતુના નક્ષત્ર પરિવર્તનથી નીચેની રાશિઓને લાભ થવાની શક્યતા છે:
સિંહ રાશિ (Leo): કેતુ સિંહ રાશિમાં હોવાથી સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. ઓફિસમાં તમારું માન-સન્માન વધશે.
વૃષભ રાશિ (Taurus): પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. બિઝનેસ અને નોકરીમાં પ્રગતિના યોગ છે.
વૃશ્ચિક રાશિ (Scorpio): આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને રોકાણ (Investment) થી સારો નફો મળી શકે છે.
તુલા રાશિ (Libra): ખર્ચમાં વધારો થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં મનદુઃખ થવાની શક્યતા છે, તેથી સમજી વિચારીને બોલવું.
મિથુન રાશિ (Gemini): બિઝનેસમાં સાવધાની રાખવી. પ્રેમ જીવન (Love Life) માં ઉતાર-ચઢાવ આવી શકે છે.
કન્યા રાશિ (Virgo): કામમાં અડચણો આવી શકે છે. નાણાકીય લેવડ-દેવડમાં ખાસ ધ્યાન રાખવું, અન્યથા નુકસાન થઈ શકે છે.
ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલી માહિતી સામાન્ય જ્યોતિષીય ગણતરીઓ પર આધારિત છે. વધુ સચોટ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી આવશ્યક છે.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…