Chile Wildfire | દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં (Chile) જંગલોની આગે તાંડવ મચાવ્યું છે. કોન્સેપ્સિયન પાસેના જંગલોમાં લાગેલી આ ભીષણ આગમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે અને 20,000 થી વધુ લોકો બેઘર બન્યા છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે અસરગ્રસ્ત વિસ્તારોમાં કટોકટી (Emergency) જાહેર કરી છે.
બાયોબિયો અને નુબલે વિસ્તારોમાં આગ સૌથી વધુ વિકરાળ છે, જ્યાં અંદાજે 8500 હેક્ટર જમીન બળીને રાખ થઈ ગઈ છે. 38 ડિગ્રીથી વધુ તાપમાન અને તેજ પવનને કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો છે. ગરમી એટલી પ્રચંડ છે કે રસ્તા પર ઉભેલી કારો પણ પીગળી (Melting cars) રહી છે. અત્યાર સુધીમાં 50,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
તંત્ર માટે સૌથી મોટો પડકાર ‘ઇન્દુરા ગેસ પ્લાન્ટ’ ને બચાવવાનો છે. જો આગ આ પ્લાન્ટ સુધી પહોંચશે, તો ગેસ લીકેજ અથવા ભીષણ વિસ્ફોટ (Explosion) થવાની આશંકા છે. સેના અને ફાયર ફાઈટરો પ્લાન્ટની આસપાસ સુરક્ષા કવચ બનાવવા સતત પ્રયત્નશીલ છે. હોસ્પિટલોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે અને લોકોને ધુમાડાથી બચવા સલાહ અપાઈ છે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…