US Iran Ceasefire: અમેરિકાના (USA) ઉપ રાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સે (JD Vance) ઈરાન સામે આકરા તેવર બતાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ઈરાની નેતૃત્વએ સાચી દાનત સાથે વાતચીત (Negotiation) ના કરી, તો ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સાથે રમત રમવી ભારે પડી શકે છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બુડાપેસ્ટમાં (Budapest) રાજદ્વારી ચર્ચાઓ ચાલી રહી છે, છતાં સંયુક્ત આરબ અમીરાત (UAE) અને કુવૈત (Kuwait) પર મિસાઈલ હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે.
હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ (Ceasefire) અમલી છે, જેમાં ઈરાન ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) ખોલવા સંમત થયું છે. વેન્સે જણાવ્યું કે ટ્રમ્પ ઈરાન મામલે ઝડપી પરિણામ ઈચ્છે છે.
જો ઈરાન જૂઠું બોલશે અથવા છેતરપિંડી (Cheating) કરશે, તો અમેરિકા સૈન્ય અને આર્થિક દબાણ (Economic Pressure) લાવતા અચકાશે નહીં. બીજી તરફ, રશિયા-યુક્રેન (Russia-Ukraine) યુદ્ધ મુદ્દે પણ વેન્સે યુરોપના ઢીલા વલણની ટીકા કરી છે.
