iran Shutdown Strait of Hormuz raises fears of soaring oil prices
મિડલ ઇસ્ટ (Middle East)માં અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સે (Revolutionary Guards) સોમવારે એક ભયાનક જાહેરાત કરી છે. ઈરાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ને તમામ જહાજો માટે બંધ કરી દીધો છે.
ઈરાની સ્ટેટ મીડિયાના રિપોર્ટ અનુસાર, જો કોઈ જહાજ ત્યાંથી પસાર થવાનો પ્રયત્ન કરશે, તો તેને આગ લગાડી દેવામાં આવશે. આ નિર્ણય ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા (Israel-USA) વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક અત્યંત જોખમી પગલું માનવામાં આવે છે, જે વૈશ્વિક તેલ વ્યાપાર (Global Oil Trade) ને હચમચાવી શકે છે.
ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના વરિષ્ઠ સલાહકાર બ્રિગેડિયર જનરલ સરદાર ઈબ્રાહિમ જબારીએ આ જાહેરાત કરતા જણાવ્યું કે, “હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે. જો કોઈ પણ જહાજ અહીંથી નીકળવાની હિંમત કરશે, તો અમારા જવાનો તેને સળગાવી દેશે.” આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે તાજેતરમાં અમેરિકા અને ઈઝરાયેલની સંયુક્ત સ્ટ્રાઈકમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેની (Ayatollah Ali Khamenei) નું મૃત્યુ થયું હતું.
શા માટે મહત્વનું છે હોર્મુઝ સ્ટ્રેટ? હોર્મુઝ સ્ટ્રેટ એ પર્સિયન ગલ્ફ (Persian Gulf) નો એક સાંકડો રસ્તો છે, જ્યાંથી વિશ્વનો લગભગ 20% તેલનો પુરવઠો પસાર થાય છે. સાઉદી અરેબિયા, કુવૈત, ઈરાક, કતાર અને UAE જેવા દેશોનું તેલ અને ગેસ આ રસ્તેથી જ એશિયાના બજારોમાં પહોંચે છે. જો અહીં ટ્રાફિક અટકે છે, તો ક્રૂડ ઓઈલ (Crude Oil) ના ભાવ રોકેટની ગતિએ વધી શકે છે. અગાઉ ફેબ્રુઆરીમાં જ્યારે સામાન્ય લશ્કરી કવાયત થઈ હતી, ત્યારે પણ તેલના ભાવમાં 6% નો વધારો થયો હતો.
Junagadh kirti Patel Controversy Settled | જૂનાગઢ (Junagadh) માં છેલ્લા થોડા દિવસોથી ચાલી રહેલા હાઈપ્રોફાઈલ…
Salangpur Dham Rangotsav | શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ સંચાલિત પ્રસિદ્ધ સાળંગપુરધામ (Salangpur Dham) ખાતે આજે 3…
India Oil Emergency Plan | મિડલ ઇસ્ટ (Middle East) માં વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait…
iPhone 17e Launch | Apple એ ભારતીય માર્કેટમાં પોતાનો નવો બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન iPhone 17e સત્તાવાર…
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…