Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

કુવૈત પર ઈરાનનો મિસાઈલ હુમલો: પાવર પ્લાન્ટમાં 1 ભારતીયનું મોત, 307 બેલેસ્ટિક મિસાઈલોનો મારો

Chief Editor March 30, 2026
Iran Attack on Kuwait Power Station

Iran Attack on Kuwait Power Station

Iran Attack on Kuwait Power Station | ખાડી દેશ (Gulf Country) કુવૈતના વીજળી અને પાણીના મંત્રાલયે સોમવારે સત્તાવાર પુષ્ટિ કરી છે કે ઈરાન (Iran) દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક ભારતીય શ્રમિકનું (Indian Worker) મોત નીપજ્યું છે. રવિવારે સાંજે થયેલા આ હુમલામાં વોટર ડિસેલિનેશન પ્લાન્ટ (Water Desalination Plant) ની સર્વિસ બિલ્ડિંગને ભારે નુકસાન પહોંચ્યું છે. કુવૈતે આ ઘટનાને ઈરાનની ખુલ્લી આક્રમકતા ગણાવી છે.

બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઈલોનો મારો
અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન (USA-Israel vs Iran) વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ભોગ હવે કુવૈત પણ બની રહ્યું છે. કુવૈતના સંરક્ષણ મંત્રાલય (Ministry of Defense) ના જણાવ્યા અનુસાર, છેલ્લા 1 મહિનામાં દેશ પર કુલ 307 બેલેસ્ટિક મિસાઈલો (Ballistic Missiles), 2 ક્રૂઝ મિસાઈલો (Cruise Missiles) અને 616 ડ્રોન (Drones) થી હુમલો કરવામાં આવ્યો છે. તેહરાન સતત પશ્ચિમ એશિયામાં અમેરિકન ઠેકાણાઓ (US Bases) અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી રહ્યું છે.

24 કલાકમાં 14 મિસાઈલો તોડી પાડી 
કમાન્ડર કલનલ સઉદ અલ-અતવાનના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં કુવૈતી સેનાએ 14 બેલેસ્ટિક મિસાઈલો અને 12 દુશ્મન ડ્રોનને હવામાં જ નષ્ટ કર્યા છે. જોકે, કેટલાક ડ્રોન કુવૈતી સશસ્ત્ર દળો (Kuwait Armed Forces) ના બેઝ પર ત્રાટક્યા હતા, જેમાં 10 જવાનો ઘાયલ થયા છે અને સૈન્ય મથકને મોટું નુકસાન થયું છે.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

યુદ્ધના કારણે વૈશ્વિક સ્થરે અસ્થિરતાનો માહોલ
પશ્ચિમ એશિયામાં સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. અમેરિકા (USA) અને ઈઝરાયેલ (Israel) દ્વારા ઈરાન પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે, જેના જવાબમાં ઈરાને (Iran) પણ વળતો પ્રહાર શરૂ કર્યો છે. આ યુદ્ધને 1 મહિનાથી વધુ સમય વીતી ગયો છે, જેના કારણે વૈશ્વિક સ્તરે અસ્થિરતાનો માહોલ છે.

ઈરાન પર ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી
તાજેતરમાં અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના એડમિરલ બ્રેડ કૂપર અને ઈઝરાયેલના (IDF) ચીફ એયાલ અમીર વચ્ચે ગુપ્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઈરાનના હથિયાર કાર્યક્રમને રોકવા માટે જમીની હુમલા (Ground Operation) કરવાની રણનીતિ ઘડવામાં આવી છે.

અત્યાર સુધી માત્ર હવાઈ હુમલા (Air Strikes) થતા હતા, પરંતુ હવે પેન્ટાગન (Pentagon) લાંબા ગાળાના સૈન્ય અભિયાન માટે સજ્જ છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) આક્રમક વલણ અપનાવશે, તો અમેરિકન સેના ઈરાનમાં પ્રવેશ કરી શકે છે. અત્યાર સુધીમાં 900 થી વધુ હુમલાઓમાં અનેક ટોચના નેતાઓ માર્યા ગયા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Iran (ઈરાન) Kuwait (કુવૈત) US-Israel-Iran war (અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ)

Post navigation

Previous: સાઉદીની 45 વર્ષ જૂની વ્યૂહરચના કામ આવી: હોર્મુઝ સંકટ વચ્ચે ‘ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન’ બની સંજીવની
Next: નેતન્યાહૂનો મોટો નિર્ણય: લેબનોનમાં લિતાની નદી સુધી ઈઝરાયલનો કબજો, મિડલ ઈસ્ટનો નક્શો બદલાયો
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ
  • શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન
  • શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ
  • शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार
  • NRI को सलाह देने पर ट्रोल हुए Zoho के संस्थापक श्रीधर वेम्बू, बोले- ‘विकल्प क्या है? भीख मांगें?’
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.