World

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: ઈરાનનો 80મી વખત મિસાઈલ હુમલો, ટ્રમ્પનો દાવો – સાઉદી પણ મેદાને

Iran vs Israel-USA War Updates: મિડલ ઈસ્ટ (Middle East) માં યુદ્ધની સ્થિતિ વધુ ભયાનક બની રહી છે. ઈરાને (Iran) ઈઝરાયલ પર 80મી વખત મિસાઈલ હુમલો (Missile Attack) કરીને ઇન્ડસ્ટ્રીયલ વેરહાઉસને નિશાન બનાવ્યું છે. બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ચોંકાવનારો દાવો કર્યો છે કે સાઉદી અરેબિયા (Saudi Arabia) પણ આ જંગમાં ઈરાન વિરુદ્ધ અમેરિકાની સાથે મળીને લડી રહ્યું છે.

યુદ્ધની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઈરાનમાં અત્યાર સુધીમાં 243 વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મોત થયા છે. લેબનોનના હિઝબુલ્લાહે (Hezbollah) પણ દાવો કર્યો છે કે તેમણે ઈઝરાયલના ફાઈટર જેટને (Fighter Jet) ઈન્ટરસેપ્ટ કર્યું છે. દરમિયાન, ઈસ્લામિક રેઝિસ્ટન્સે અમેરિકાના વિક્ટોરિયા બેઝ (Victoria Base) પર ડ્રોન હુમલાનો વીડિયો શેર કરીને ખળભળાટ મચાવ્યો છે.

આ તણાવ વચ્ચે શાંતિના પ્રયાસો પણ તેજ થયા છે. અમેરિકન મીડિયાના અહેવાલ મુજબ તૂર્કિયે, ઈજિપ્ત અને પાકિસ્તાન (Pakistan) આગામી 48 કલાકમાં ઈસ્લામાબાદમાં એક મહત્વની બેઠક યોજીને યુદ્ધ વિરામ (Ceasefire) માટે મધ્યસ્થી કરી શકે છે.

Chief Editor

Recent Posts

ટામેટાના ભાવ તળિયે પહોંચી જતાં ખેડૂતો પાયમાલ, 6 રૂપિયા કિલો વેચવા જબૂર

Chhota Udepur Tomato Price: છોટાઉદેપુર (Chhota Udepur) જિલ્લાના ટામેટા પકવતા ખેડૂતો હાલ બેવડી મુસીબતમાં મુકાયા…

12 hours ago

ટ્રમ્પનો મોટો ધડાકો: ‘ઈરાને અમેરિકાને આપી કિંમતી ભેટ’, પરમાણુ હથિયાર ન રાખવા પણ સહમત

Donald Trump Claim on Iran: મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે…

12 hours ago

સાયલા-ચોટીલા હાઈવે પર આઈશર-બાઈક વચ્ચે અકસ્માત; 8 વર્ષના બાળકનું મોત, 3 ઈજાગ્રસ્ત

Sayla Chotila Accident: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત (Accident) સર્જાયો…

13 hours ago

નવસારીમાં નરાધમ સાવકા પિતાની ક્રૂરતા: બે સગીર દીકરીઓ પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી

Navsari Crime News: નવસારી (Navsari) જિલ્લાના ચીખલી (Chikhli) તાલુકામાંથી માનવતાને શર્મસાર કરતી હૃદયદ્રાવક ઘટના સામે…

13 hours ago

જામનગરના 29 વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ: મિલકતની તબદીલી માટે લેવી પડશે મંજૂરી

Jamnagar Ashant Dhara News: જામનગર (Jamnagar) શહેરના સીટી સર્વે-1 (City Survey-1) અને સીટી સર્વે-2 (City…

13 hours ago

IPL 2026: KKR એ રિંકુ સિંહને સોંપી મોટી જવાબદારી, આન્દ્રે રસેલની જર્સી થઈ રિટાયર

IPL 2026 KKR News: આઇપીએલની આગામી સીઝન (Season) શરૂ થાય તે પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ…

14 hours ago