Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

INSAF (ઇન્ડો અમેરીકન સીનીયરસ એસોસીએશન, ફૃીમોન્ટ) કેલીફોરનીઆ ભારત ગણતંત્ર દીવસ મહોત્સવ-૨૩મી જાન્યુઆરી૨૦૨૪

Chief Editor January 26, 2024
26 us1

California- Bay Area માં INSAF એસોસીએશને ઈન્ડીયા રીપબ્લીક ડે અને રામ મંદિર નિર્માણ નો પ્રોગ્રામ,
AWC-Senior Center, Lake Elizabeth, Fremont માં ઉજવ્યો હતો.૨૦૨૪નું આગમન અને સાથે ભારતના
બે ભવ્ય અવસરો ઉજવવા ઉત્સાહથી સૌ એકત્રિત થયા હતા.
પ્રોગ્રામ ની શરુઆત ગણેશ વંદના થી કરવામાં આવી. સેક્રેટરી યોગેશ નાણાવટીએ સૌને આવકારતાં આજના કાર્યક્રમની
વિગતો આપી તથા ગયા મહીનાનો અહેવાલ રજુ કરી આ મહીનામાં જન્મેલ મેમ્બરોને અભિનંદન આપ્યા.
ત્યારબાદ સંસ્થાના આજીવન સલાહકાર શ્રી કૃષણસ્વામીએ ધ્વજ વંદનની શરુઆત કરતાં આજના બે મુખ્ય આમંત્રિત
મહેમાન શ્રીમતી સુશીલા બેન દેસાઇ અને શ્રી અશોક મુલે ને આવકાર્યાં.તેમને પુષ્પોનાં બુકે અર્પિત કર્યા. સુશીલા બેન વર્ષો
થી સંસ્થાના મેમ્બર છે.ઉમ્મર સાથે શારીરિક તકલીફો છતાં આજે પણ સકારાત્મક જીવન જીવે છે. હાલ માં જ city of
Fremont, Human Services dept.ને તેમણે જાતે ૬૦ ઉનની ટોપી( Beanies )નાના બાળકો માટે બનાવી
અને ભેટ આપી હતી જે તેમના ન્યુઝ બુલેટીન માં ફોટા સાથે જાહેર કર્યુ હતું. સુશીલા બેને ભારતીય ધ્વજ લહેરાવ્યો. અને
અશોક મુલે, જે સંસ્થા ના સૌથી જુના સ્થાપક મેમ્બરો માં થી એક છે, તેમણે અમેરીકન ધ્વજ ફરકાવ્યો. બંન્ને દેશોનાં
રાષ્ટ્રીય ગીતો થી આખ્ખો હોલ ગુંજી ઉઠ્યો.


પછી રામ ભક્તિ માં સૌ તલ્લીન થઇ ગયા. જય શ્રી રામ નાં ગુંજન સાથે વસુ બેન શેઠે રામ ભજન થી શરુઆત કરી. એક
પછી એક રામ ભક્તો આગળ આવ્યા અને ભક્તિ ગીતો થી સૌને રામ રાજ્યનો એહસાસ કરાવ્યો. અમુક મેમ્બરોએ તો
૩૦ વર્ષ પહેલાં અયોધ્યા કર-સેવા માટે પોતે ગયા હતાં તેની યાદો તાજી કરી.
વચ્ચે વચ્ચે રાષ્ટ્રીય ગીતો…સારે જહાં સે અચ્છા હિંદુસ્તાં હમારા..કર ચલે હમ ફીદાં જાનો તન સાથીયોં…વિગેરે રજુ કર્યા.
લગભગ ૯૦ લોકો ઉપસ્થિત હતા જેઓએ ભાવુકતા સાથે તહેવારો ઉજવ્યા અને નવા વર્ષ નું સ્વાદિષ્ટ ભોજન લઇ ને
એક બીજાને ‘ Happy New Year ‘ wish કરી રવાના થયા.
Bay Area & Fremont ની Indian Community ને INSAF Association તરફથી ‘ Happy New Year
‘…..

( સંકલિત- યોગેશ નાણાવટી-INSAF-સેક્રેટરી)

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: USA: વર્જીનીયાના હેમ્પટન હિન્દુ મંદિરમાં શ્રી રામલલાની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવની ઉજવણી કરાઇ
Next: ૭૫મા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ ખાતે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો
Follow

Recent Posts

  • અમેરિકામાં 3 મિત્રોનો જીવ બચાવવા જતા ભારતીય વિદ્યાર્થીનું મોત
  • લંડન ડ્રીમ્સ: હરિયાણાના રોહતકનો માતૃ-પુત્રનો યુકેમાં એકસાથે બન્યા મેયર
  • ગ્રીન કાર્ડના નવા નિયમથી યુએસમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકો ઓછા થઈ જશે
  • 3 વખત US વિઝા રિજેક્ટ થયા હતા, આજે સંજય મેહરોત્રા ચલાવી રહ્યા છે $1 ટ્રિલિયનની માઇક્રોન કંપની
  • ‘ભારતીયો અને પાકિસ્તાનીઓ આપણી નોકરીઓ છીનવી રહ્યા છે’: બ્રિટિશ MP ના રંગભેદી નિવેદનથી મોટો વિવાદ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.