200 Days Later, Mystery of Missing Indian PhD Student Hari Karasani Draws Renewed Attention
Hari Karasani Disappearance | અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મૂળ આંધ્રપ્રદેશના (Andhra Pradesh) અને ટેક્સાસના (Texas) હ્યુસ્ટનમાં (Houston) રહીને PhD નો અભ્યાસ કરતા 24 વર્ષીય Hari Krishna Reddy Karasani (હરિ કૃષ્ણ રેડ્ડી કરાસાની) અલાસ્કાની (Alaska) સોલો ટ્રિપ (Solo Trip) દરમિયાન ગુમ થઈ ગયા હતા. તેમને અદ્રશ્ય થયે 200 Days (200 દિવસ) થી વધુ સમય વીતી ગયો હોવા છતાં તેમનો કોઈ પત્તો મળ્યો નથી.
તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હરિ કરાસાની 22 December 2025 ના રોજ અલાસ્કાના ફેયરબેંક્સ (Fairbanks) પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ હિલી (Healy) વિસ્તારમાં આવેલી ઓરોરા તેનાલી લોજ (Aurora Denali Lodge) માં રોકાયા હતા. 29 December ના રોજ પરિવારે તેમની સાથે છેલ્લીવાર વાત કરી હતી, જ્યારે 30 December ના રોજ તેમના એક મિત્ર સાથે સંપર્ક થયો હતો.
Alaska State Troopers ના જણાવ્યા મુજબ, હરિ 31 December ની સવારે લોજ પરથી ચાલીને નીકળ્યા બાદ પાછા ફર્યા નહોતા. એ સમયે ત્યાંનું તાપમાન -42°F (માઈનસ 42 ડિગ્રી ફેરનહીટ) સુધી ગગડી ગયું હતું. નિર્ધારિત સમયે ટેક્સાસ પરત ન ફરતા તેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મિત્રોના જણાવ્યા મુજબ હરિ ખૂબ જ શાંત, અભ્યાસમાં ધ્યાન આપનાર અને સાહસિક પ્રવાસો ન કરનાર યુવક હતા. આવી ગંભીર ઠંડીમાં અલાસ્કા એકલા જવાનો તેમનો નિર્ણય અનેક સવાલો ઊભા કરે છે. વધુમાં, તેમના ગુમ થવાના સમયે Lyft રાઈડ સાથે જોડાયેલું એક Credit Card (ક્રેડિટ કાર્ડ) વિવાદિત ટ્રાન્ઝેક્શન પણ સામે આવ્યું છે, જે અંગે પોલીસ વધુ વિગતો મેળવી રહી છે.
હરિના ગુમ થવાને 6 Months (6 મહિના) થી વધુ સમય થઈ ગયો હોવા છતાં કોઈ ભૌતિક પુરાવા મળ્યા નથી. હાલમાં @nris_adda નામના ઈન્સ્ટાગ્રામ પેજ અને ‘Midday Missing’ જેવા ટ્રુ ક્રાઈમ શો દ્વારા આ કેસ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. NRI સમુદાય અમેરિકી પોલીસ અને અલાસ્કા સ્ટેટ ટરૂપર્સ પર તપાસ ઝડપી બનાવવા સતત દબાણ કરી રહ્યો છે.
આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…
અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…
Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…
Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…
Operation Protect the Vote | अमेरिका में चुनावी धोखाधड़ी के आरोप में भारतीय मूल के…
Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…