Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

લંડનમાં 26 વર્ષીય ભારતીય મૂળના ગુરભેજ સિંહની છરીના ઘા ઝીંકી હત્યા: 7 લોકોની ધરપકડ

Chief Editor June 14, 2026
Indian-origin man Gurbhej Singh killed in Southall London stabbing

Indian-origin man Gurbhej Singh killed in Southall London stabbing

બ્રિટન (UK)ની રાજધાની લંડન (London)ના સાઉથહોલ (Southall) વિસ્તારમાં 26 વર્ષીય ભારતીય મૂળના યુવકની છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ હુમલામાં અન્ય એક 30 વર્ષીય વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થયો હતો, જેને હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી છે.

લંડનની મેટ્રોપોલિટન પોલીસે (UK Metropolitan Police) આ મામલે મર્ડર ઇન્વેસ્ટિગેશન (Murder Investigation) શરૂ કરીને પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે.

મૃતક યુવકની ઓળખ ગુરભેજ સિંહ (Gurbhej Singh) તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારની વહેલી સવારે લંડન એમ્બ્યુલન્સ સર્વિસ (London Ambulance Service) દ્વારા આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.

સાઉથહોલના ડોર્મર્સ વેલ્સ લેન નજીક નોર્થ રોડ પર ગુરભેજ સિંહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. પેરામેડિક્સ અને પોલીસ અધિકારીઓએ તેને બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ છરીના ઊંડા ઘાને કારણે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

મેટોપોલિટન પોલીસના સ્પેશિયાલિસ્ટ ક્રાઈમ કમાન્ડના ડિટેક્ટિવ ચીફ ઇન્સ્પેક્ટર એલિસન ફોક્સવેલે જણાવ્યું કે, “અમારું માનવું છે કે ગુરભેજ સિંહ પર બુધવારે રાત્રે આશરે 12:30 વાગ્યે નોર્થ રોડ પર એક દુકાનની બહાર હુમલો કરવામાં આવ્યો હતો.”

પોલીસે આસપાસના વિસ્તારના લોકો પાસે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓની મદદ માંગી છે. આ કેસની તપાસ દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી જ હત્યાની શંકાના આધારે 20થી 30 વર્ષની વયના 7 પુરુષોની ધરપકડ (Arrest) કરી હતી. જો કે, પ્રાથમિક પૂછપરછ બાદ 6 લોકોને કોઈ પણ એક્શન વિના મુક્ત કરાયા છે અને 1 આરોપીને જામીન (Bail) પર મુક્ત કરીને તપાસ આગળ ધપાવવામાં આવી છે.

યુકેમાં ઇમિગ્રેશન અને પબ્લિક સેફ્ટીનો મુદ્દો ગંભીર બન્યો છે ત્યારે આ ઘટના બની છે. હાલમાં જ ઉત્તરી આયર્લેન્ડના બેલફાસ્ટમાં એક સુદાનીઝ નાગરિક દ્વારા કરાયેલા છરીના હુમલા બાદ હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા, જેમાં લઘુમતી પરિવારોના ઘરો અને વાહનોને આગ ચાંપવામાં આવી હતી.

આ અશાંતિ વચ્ચે લંડનમાં ભારતીય યુવકની હત્યાથી પ્રવાસી સમુદાયમાં ચિંતા અને ભયનો માહોલ છે. પોલીસની સ્પેશિયલ ટીમ હાલ પીડિત પરિવારને સપોર્ટ કરી રહી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: London (લંડન) UK (બ્રિટન)

Post navigation

Previous: પોરબંદરમાં ફર્નિચર પાર્ક સમિટ સંપન્ન
Next: યુએસ સંસદે ભારતીય-અમેરિકન ટેક લીડર એસ. સોમાસેગરને આપી શ્રદ્ધાંજલિ, માઇક્રોસોફ્ટમાં આપ્યું હતું મોટું યોગદાન
Follow

Recent Posts

  • CETA: એક વ્યૂહાત્મક ભાગીદાર
  • ભારત-UK ઐતિહાસિક કરાર: ભારતથી સોના-ચાંદી અને હીરાના દાગીનાની પ્રથમ ખેપ બ્રિટન રવાના
  • પાકિસ્તાનમાં ભારે આક્રોશ: PoK અને બલૂચિસ્તાનમાં ફાટી નીકળી હિંસા, આર્મી ચીફ અસીમ મુનીરની ચિંતા વધી
  • ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ચેતવણી: ખાર્ગ આઈલેન્ડ પર ગ્રાઉન્ડ ઈન્વેઝનની આપી ધમકી
  • U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે BAPS મંદિરોની મુલાકાત લીધી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.