Chhath Puja | વિદેશમાં વસતા ભારતીય સમુદાયના લોકોએ 15 અને 16 નવેમ્બરના રોજ વિવિધ દેશોમાં છઠ્ઠ પૂજાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી.
અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, તાન્ઝાનિયા, બેલ્જિયમ, સ્કોટલેન્ડ અને રશિયા સહિતના દેશોમાં ભારતીય પરિવારો અને સ્થાનિક સંગઠનો દ્વારા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીઓમાં સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાની પૂજા સાથે પરંપરાગત ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી.
🌞🙏 Chhath Puja Celebrations in Brussels🙏🌞
In a beautiful celebration of faith, devotion and togetherness, Chhath Puja was organised by the Bihar Jharkhand UP Diaspora in Brussels, which brought together a large number of Indian community members and friends of India in Belgium. Ambassador Pranay Verma was joined by the Mayor of Evere Mr. Alessandro Zappala at the celebration.
Ambassador thanked the Indian community members for celebrating the festival, cherishing our rich traditions and strengthening the cultural bonds between our two nations.
🇮🇳🇧🇪#ChhathPuja2026 #ChhathMahaparva #IndianDiaspora #IndiaInBelgium #IndiaBelgiumRelations #CulturalDiplomacy
— India in Belgium, Luxembourg & the European Union (@IndEmbassyBru) November 15, 2026
બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં બિહાર ઝારખંડ યુપી ડાયસ્પોરા દ્વારા છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય સમુદાયના સભ્યો ઉપરાંત ભારતના મિત્રો પણ જોડાયા હતા.
ભારતીય રાજદૂત પ્રણય વર્મા અને એવેરે શહેરના મેયર એલેસાન્ડ્રો ઝપ્પાલાએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાજદૂતે ભારતીય સમુદાયના સભ્યોનો પરંપરાઓને જાળવી રાખવા અને બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધો મજબૂત બનાવવા બદલ આભાર માન્યો હતો.
On 15th November 2026, the Swami Vivekananda Cultural Centre (SVCC), under the aegis of the High Commission of India, celebrated the auspicious festival of Chhath Puja in collaboration with Swarnganga Tanzania.
#ChhathPuja #ChhathPuja2026
(1/4) https://t.co/JMDSfKf7OJ
— India in Tanzania (@IndiainTanzania) November 16, 2026
તાન્ઝાનિયામાં ભારતીય હાઈ કમિશનના આશ્રય હેઠળ સ્વામી વિવેકાનંદ કલ્ચરલ સેન્ટર (SVCC) દ્વારા સ્વર્ણગંગા તાન્ઝાનિયાના સહયોગથી 15 નવેમ્બરે ઉજવણી યોજાઈ હતી. તેમાં ભારતીય ડાયસ્પોરાના આશરે 200 સભ્યો જોડાયા હતા. ભારતીય હાઈ કમિશનર વિશ્વદીપ ડેએ ભક્તો સાથે અસ્ત થતા સૂર્યને સંધ્યા અર્ઘ્ય અર્પણ કર્યું હતું.
Consul attended the Chhath Puja celebrations organised by Om Hindu Mandir & Chhath Puja Samiti. The celebration brought the community together in devotion and prayer, honouring the Sun God and Chhathi Maiya and celebrating India’s rich cultural and spiritual traditions. 🙏🌅
#ChhathPuja #IndiaInScotland @IndianDiplomacy @diaspora_india @HCI_London @MEAIndia @iccr_hq @NehruCentre
— India In Scotland (@IndiaInScotland) November 15, 2026
સ્કોટલેન્ડમાં ઓમ હિન્દુ મંદિર અને છઠ્ઠ પૂજા સમિતિ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. અહીં કોન્સ્યુલે પણ હાજરી આપી હતી.
Thousands of devotees celebrated Chhath Mahaparv at Papaianni Park, Edison, New Jersey, USA, in an event organized by BJANA. The celebrations showcased Bihar’s rich cultural heritage, devotion to Surya Dev and Chhathi Maiya, and the unity of the Indian diaspora. #Chhath https://t.co/heR2TGBsUL
— Bihar Foundation (@biharfoundation) November 16, 2026
અમેરિકાના ન્યૂજર્સીમાં પપૈયાની પાર્ક ખાતે બિહાર-ઝારખંડ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા (BJANA) દ્વારા આયોજિત કાર્યક્રમમાં હજારો શ્રદ્ધાળુઓ એકત્ર થયા હતા.
Thousands of devotees celebrated Chhath Mahaparv at Papaianni Park, Edison, New Jersey, USA, in an event organized by BJANA. The celebrations showcased Bihar’s rich cultural heritage, devotion to Surya Dev and Chhathi Maiya, and the unity of the Indian diaspora. #Chhath https://t.co/heR2TGBsUL
— Bihar Foundation (@biharfoundation) November 16, 2026
વર્જિનિયા, કેલિફોર્નિયા, મેરીલેન્ડ, જ્યોર્જિયા અને સિએટલ વિસ્તારમાં પણ ભારતીય સમુદાયે છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી. વર્જિનિયામાં પોટોમેક નદીના કિનારે છેલ્લા 2 દાયકાથી આ પરંપરા જાળવવામાં આવી રહી છે.
Chhath Puja celebration in Australia. https://t.co/BERoxnd8ud
— Bihar Foundation (@biharfoundation) November 16, 2026
ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં બિહાર ઝારખંડ સભા મેલબર્ન દ્વારા કાર્કારૂક પાર્ક લેક ખાતે 15 અને 16 નવેમ્બરે બે દિવસીય કાર્યક્રમ યોજાયો હતો.
Chhath Puja celebration in Canada. https://t.co/3TFlJbR9oi
— Bihar Foundation (@biharfoundation) November 16, 2026
કેનેડાના ઓન્ટારિયો અને બ્રિટિશ કોલંબિયામાં પણ પરિવારો એકત્ર થયા હતા. ઓન્ટારિયોના ઓકવિલે ખાતે વૈષ્ણોદેવી મંદિરમાં બિહાર એન્ડ ઝારખંડ એસોસિએશન ઓફ કેનેડા દ્વારા ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Chhath Puja celebration in Moscow, Russia. https://t.co/pqOgy7Swya
— Bihar Foundation (@biharfoundation) November 16, 2026
રશિયાની રાજધાની મોસ્કોમાં પણ ભારતીય સમુદાયે છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી. ચાર દિવસ સુધી ચાલતા આ પર્વમાં વ્રત, અસ્ત થતા સૂર્ય અને ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાની પરંપરા છે.
વિદેશમાં વસતા ભારતીય પરિવારો માટે આ ઉજવણી પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા તેમજ નવી પેઢીને તેનાથી જોડવાનો મહત્વપૂર્ણ અવસર બની રહી છે.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
