NRI

અમેરિકામાં તબીબી ઉપકરણોનો ફરી વાપરવા અને મેડિકેર કૌભાંડ બદલ ડૉ. સંજીવ કુમારને 20 વર્ષની જેલની સજા

Dr Sanjeev Kumar Sentenced | અમેરિકાના ટેનેસી (Tennessee) રાજ્યના ઇસ્ટ મેમ્ફિસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હજારો મહિલા દર્દીઓ પર અયોગ્ય રીતે સાફ કરાયેલા અને એક જ વાર વાપરી શકાય તેવા મેડિકલ ડિવાઇસનો (Medical Devices) વારંવાર ઉપયોગ કરવા તેમજ સરકારી સ્વાસ્થ્ય યોજનાઓ સાથે કરોડો ડોલરની છેતરપિંડી કરવા બદલ એક ભારતીય મૂળના ગાયનેકોલોજિસ્ટને (Gynecologist) 20 વર્ષની ફેડરલ જેલની (Federal Prison) સજા ફટકારવામાં આવી છે.

45 વર્ષીય ડૉ. સંજીવ કુમારને (Dr. Sanjeev Kumar) અદાલતે 240 મહિનાની જેલવાસ અને ત્યારબાદ 2 વર્ષની સુપરવાઇઝ્ડ રિલીઝની સજા સંભળાવી છે.

આ વર્ષે જાન્યુઆરીમાં એક ફેડરલ જ્યુરીએ ડૉ. સંજીવ કુમારને કુલ 46 માંથી 40 આરોપોમાં દોષિત ઠેરવ્યા હતા. જેમાં મેડિકલ ડિવાઇસમાં ભેળસેળ કરવાના 18 કાઉન્ટ્સ, ડિવાઇસના ખોટા બ્રાન્ડિંગના 16 કાઉન્ટ્સ અને હેલ્થ કેર ફ્રોડના (Health Care Fraud) 6 કાઉન્ટ્સ સામેલ છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના (U.S. Department of Justice) જણાવ્યા અનુસાર, ડૉ. કુમારે સપ્ટેમ્બર 2019 થી એપ્રિલ 2024 વચ્ચે મેડિકેર (Medicare) અને મેડિકેડ (Medicaid) ના દર્દીઓ પર 15,000 થી વધુ હિસ્ટરોસ્કોપી બાયોપ્સી (Hysteroscopy Biopsy) પ્રક્રિયાઓ કરી હતી.

આ પ્રક્રિયાઓ દરમિયાન તેમણે એવા ઉપકરણોનો ઉપયોગ કર્યો જે માત્ર સિંગલ-યુઝ (Single-use) માટે હતા અથવા જેને અયોગ્ય રીતે રિપ્રોસેસ કરવામાં આવ્યા હતા. આ નકલી પ્રક્રિયાઓ માટે તેમણે સરકારને $41 મિલિયન (41 Million) નું બિલ મોકલ્યું હતું, જેમાંથી તેમણે $4.8 મિલિયનથી (4.8 Million) વધુની રકમ મેળવી લીધી હતી.

યુએસ એટર્ની ડી. માઈકલ ડુનાવન્ટે (U.S. Attorney D. Michael Dunavant) જણાવ્યું કે, “આ આરોપીએ પોતાના તબીબી લાયસન્સનો દુરુપયોગ કરીને અત્યંત અંગત સારવાર માટે આવતી અસહાય મહિલાઓને નિશાન બનાવી હતી.

માત્ર પૈસાની લાલચમાં તેણે દર્દીઓના સ્વાસ્થ્યને જોખમમાં મૂકીને ભારે શારીરિક અને માનસિક નુકસાન પહોંચાડ્યું છે.” એફબીઆઇ (FBI), એચએચએસ-ઓઆઇજી (HHS-OIG) અને ટેનેસી બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (TBI) દ્વારા આ સમગ્ર મામલાની સંયુક્ત તપાસ કરવામાં આવી હતી.

અગાઉ આ કેસમાં ડૉ. કુમાર પર ગેરકાયદેસર સેક્સ્યુઅલ એક્ટિવિટી માટે મહિલાઓને અન્ય રાજ્યમાંથી બોલાવવાના ગંભીર આરોપો પણ લાગ્યા હતા, પરંતુ ચીફ યુએસ ડિસ્ટ્રિક્ટ જજ શેરિલ એચ. લિપમેને (Sheryl H. Lipman) ટેકનિકલ કારણોસર તે ચાર્જ ફગાવી દીધા હતા અને મુખ્ય ધ્યાન મેડિકલ ડિવાઇસ કૌભાંડ પર કેન્દ્રિત કર્યું હતું.

બીજી તરફ, ડૉ. કુમારના વકીલોએ આ ચુકાદાને પડકારવાની જાહેરાત કરી છે. તેમનો દાવો છે કે પ્રોસિક્યુશને એફડીએ (FDA) ના નિયમોનું ખોટું અર્થઘટન કર્યું છે.

જોકે, અદાલતે સ્પષ્ટ કર્યું છે કે આર્થિક લાભ માટે દર્દીઓની સુરક્ષા સાથે રમત કરનારને કોઈ રાહત મળી શકે નહીં. પીડિતોને વળતર આપવા અંગે આગામી 2 ઓક્ટોબરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

Chief Editor

Recent Posts

લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ

Cagla Oz Marriage | તુર્કી (Turkey) ના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Social Media Influencer) કેગલા ઓઝ…

11 hours ago

યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું

Europe Climate Change | ગ્લોબલ વોર્મિંગ (Global Warming) અને ક્લાઈમેટ ચેન્જ (Climate Change) ના કારણે…

11 hours ago

તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ

Iran China Deal | અમેરિકા (US) અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધો…

12 hours ago

Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ

iPhone 18 Pro Series | ટેક જાયન્ટ Apple દ્વારા પોતાના વાર્ષિક મેગા ઇવેન્ટ (Annual Event)…

12 hours ago

ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી

EB-1 Green Card | અમેરિકા (United States) સરકારે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ 30…

1 day ago

રશિયામાં અટકાયત કરાયેલ ભારતીય એન્જિનિયર ચંદન ગુપ્તા મુક્ત: ઘરે સુરક્ષિત પરત ફર્યો

Chandan Gupta Release | રશિયા (Russia)ના મોસ્કો (Moscow) માં અટકાયત કરાયેલા નોઈડા (Noida) ના એન્જિનિયર…

1 day ago