Gujarat

ગુજરાતમાં મેઘતાંડવ: 14 ડેમ સંપૂર્ણ ભરાયા, 21 હાઈ એલર્ટ પર અને નર્મદા ડેમમાં 69% જળસંગ્રહ

ગુજરાત (Gujarat) માં છેલ્લા 5 દિવસથી થઈ રહેલા સાર્વત્રિક વરસાદ (Rain) ને કારણે રાજ્યમાં પાણીની અછતનો સંતોષકારક ઉકેલ આવ્યો છે.

છેલ્લા 120 કલાકમાં જળાશયોમાં 750 મિલિયન ક્યુબિક મીટર (Million Cubic Meters) થી વધુ પાણીની આવક નોંધાતાં રાજ્યના 14 ડેમ (Dam) સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે 21 જળાશયો માટે ‘હાઈ એલર્ટ’ (High Alert) જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યનો મોસમી સરેરાશ વરસાદ પણ વધીને 52 ટકા (52%) સુધી પહોંચી ગયો છે.

દક્ષિણ ગુજરાત (South Gujarat) ના 8 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે, જેમાં નવસારીના ઝૂઝ (Juj) અને કેલિયા (Keliya) ડેમ ઓવરફ્લો (Overflow) થઈ રહ્યા છે. દમણગંગા (Damanganga) ડેમમાં ભારે આવક સામે પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

સૌરાષ્ટ્ર (Saurashtra) ના જળાશયોમાં સરેરાશ સંગ્રહ વધીને 46.36 ટકા થયો છે, જેમાં મોરબીનો મચ્છુ-2 (Machchhu-2) અને ભાવનગરનો શેત્રુંજી (Shetrunji) ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. આ સિવાય તાપીનો ઉકાઈ (Ukai) ડેમ તેમજ કરજણ (Karjan), વણાકબોરી (Vanakbori) અને કડાણા (Kadana) જેવા જળાશયોમાં પણ સતત પાણી આવી રહ્યું છે.

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Narmada Dam) માં પાણીની સપાટી 128.11 મીટર (128.11 Meters) પર પહોંચી છે, જે તેની કુલ ક્ષમતાના 69.25 ટકા (69.25%) જળસંગ્રહ દર્શાવે છે.

રાજ્યના 206 જળાશયોમાં હાલ 7,080.42 મિલિયન ક્યુબિક મીટર પાણી ઉપલબ્ધ છે. ઝોન વાઈઝ જોઈએ તો મધ્ય ગુજરાત (Central Gujarat) માં 50 ટકા, સૌરાષ્ટ્રમાં 47 ટકા, દક્ષિણ ગુજરાતમાં 45 ટકા, ઉત્તર ગુજરાત (North Gujarat) માં 39 ટકા અને કચ્છ (Kutch) માં 25 ટકા જળસંગ્રહ થયો છે. 5 ડેમ એલર્ટ (Alert) અને 13 વોર્નિંગ (Warning) પર રાખીને તંત્ર મોનિટરિંગ કરી રહ્યું છે.

Chief Editor

Recent Posts

પિંક ગરબા અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ

આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…

2 days ago

અમેરિકામાં ભારતીય મૂળના અબજોપતિ સંજય ગોવિલ બનાવશે 10,000 દર્શકોની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ

અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…

3 days ago

ડંકી રૂટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણી માગી

Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…

3 days ago

અમેરિકામાં 7 વર્ષ નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિએ કામકાજની સંસ્કૃતિનો અનુભવ શેર કર્યો

Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…

3 days ago

અમેરિકામાં મતદાન કૌભાંડ: “મને ખબર નહોતી કે હું વોટ ન આપી શકું”, કમલેશ શાહનો દાવો

Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…

5 days ago