Guatemala Emergency Gang Violence | મધ્ય અમેરિકાના દેશ ગ્વાટેમાલામાં (Guatemala) ગુનાહિત ગેંગ અને સુરક્ષા દળો વચ્ચે ફાટી નીકળેલા હિંસક સંઘર્ષ બાદ રાષ્ટ્રપતિ બર્નાર્ડો અરેવાલોએ સમગ્ર દેશમાં 30 દિવસ માટે કટોકટી (Emergency) જાહેર કરી છે. આ નિર્ણય રાજધાની ગ્વાટેમાલા સિટીમાં ગેંગવોર દરમિયાન 7 પોલીસ અધિકારીઓની હત્યા બાદ લેવામાં આવ્યો છે.
હિંસાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ‘બારિયો 18’ અને ‘MS-13’ જેવી ખતરનાક ગેંગના સભ્યોએ 3 હાઈ-સિક્યોરિટી જેલો (Maximum Security Jails) પર કબજો કરી લીધો હતો. કેદીઓએ જેલ પ્રશાસન દ્વારા આપવામાં આવતી સુવિધાઓમાં કાપ મૂકવાના વિરોધમાં 46 ગાર્ડ્સ અને કર્મચારીઓને બંધક (Hostages) બનાવ્યા હતા. રવિવારે સુરક્ષા દળોએ ઓપરેશન કરીને તમામ બંધકોને મુક્ત કરાવ્યા હતા, પરંતુ તેના બદલામાં ગેંગના સભ્યોએ પોલીસ પર હુમલા તેજ કર્યા હતા.
ગૃહમંત્રી માર્કો એન્ટોનિયો વિલેડાએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર અપરાધીઓ સામે ઝૂકશે નહીં. આ હિંસામાં 7 પોલીસકર્મીઓના મોત થતા રાષ્ટ્રપતિએ 3 દિવસનો રાષ્ટ્રીય શોક (National Mourning) જાહેર કર્યો છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, “આ હુમલો જનતાને ડરાવવાનું કાવતરું છે, પરંતુ અમારી સુરક્ષા નીતિઓ સફળ થઈ રહી છે.”
વધતા તણાવને ધ્યાનમાં રાખીને શિક્ષણ મંત્રાલયે સોમવાર, 19 જાન્યુઆરીના રોજ દેશભર (Guatemala)ની તમામ શાળાઓ અને વર્ગો સ્થગિત (Classes Suspended) રાખવાનો આદેશ આપ્યો છે. હાલમાં સેના (Army) અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને ઘણી જેલોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…