Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

Indigo Crisis : ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં 5% કાપ, આજે 180થી વધુ ફ્લાઈટ્સ રદ

Chief Editor December 9, 2025
sacharachar (19)


Indigo Crisis | દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોમાં છેલ્લા 8 દિવસથી ચાલી રહેલા સંકટને પગલે સરકારે કડક કાર્યવાહી કરી છે. સોમવારે સિવિલ એવિએશન મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન ઇન્ડિગોની 5% ફ્લાઇટ્સમાં કાપ મૂકવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ કાપ હાઇ-ડિમાન્ડ, હાઇ-ફ્રિક્વન્સી રૂટ પરની ફ્લાઇટ્સમાં મૂકવામાં આવ્યો છે. ઇન્ડિગોની દૈનિક 2300 ફ્લાઇટ્સ પર તેની અસર પડશે, એટલે કે લગભગ 115 ફ્લાઇટ્સ ઘટશે. એરલાઇનને બુધવારે સાંજે 5 વાગ્યા સુધીમાં DGCAને સુધારેલું શેડ્યૂલ જમા કરાવવા પણ જણાવાયું છે.

Join Our WhatsApp Group

સરકારે 10 એરપોર્ટ પર વરિષ્ઠ અધિકારીઓ મોકલ્યા
કેન્દ્ર સરકારે હાલની પરિસ્થિતિની તપાસ કરવા અને મુસાફરોને પડતી મુશ્કેલીઓ જાણવા માટે 10 મોટા એરપોર્ટ પર ડેપ્યુટી સેક્રેટરી, ડિરેક્ટર અને જોઈન્ટ સેક્રેટરી સ્તરના વરિષ્ઠ અધિકારીઓને તૈનાત કર્યા છે. આ એરપોર્ટમાં મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ, કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ, પુણે, ગુવાહાટી, ગોવા અને તિરુવનંતપુરમનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય મંત્રીએ કરી જવાબદારી નક્કી કરવાની વાત
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ લોકસભામાં જણાવ્યું હતું કે ઇન્ડિગોની જવાબદારી નક્કી કરવામાં આવશે અને મુસાફરોની સુરક્ષા માટે નિયમો બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે કાપવામાં આવેલા ફ્લાઇટ સ્લોટ્સ અન્ય એરલાઇન્સને આપવામાં આવ્યા છે અને ઇન્ડિગોને તાત્કાલિક રિફંડ આપવા પણ કહેવામાં આવ્યું છે.

આજે પણ 180થી વધુ ફ્લાઇટ્સ રદ
ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવાનો સિલસિલો મંગળવારે પણ ચાલુ રહ્યો છે. સવારે 10.30 વાગ્યા સુધીમાં બેંગ્લોર અને હૈદરાબાદથી 180થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી છે. જોકે, ઇન્ડિગોએ સોમવારે દાવો કર્યો હતો કે તે તેના નેટવર્ક પર 1800થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરી રહ્યું છે અને 91% ઓન-ટાઇમ પર્ફોર્મન્સ સાથે તેનું ઓપરેશન સ્થિર થઈ ગયું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Indigo Crisis (ઇન્ડિગો સંકટ)

Post navigation

Previous: સંસદમાં PMના ‘થેન્ક યુ’થી માંડીને ‘વંદે માતરમ્’ પર ચર્ચા: રાજનાથ સિંહ વિપક્ષી સાંસદો પર ભડક્યા
Next: DFW ગુજરાતી સમાજે લગ્ન મેળો યોજ્યો
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.