Gen Z Social Media | આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા (Social Media) માત્ર ફોટો કે વીડિયો શેર કરવાનું માધ્યમ નથી રહ્યું, પરંતુ તે ખાસ કરીને જેન ઝી (Gen Z) માટે ઓળખ અને આત્મવિશ્વાસનું સાધન બની ગયું છે.
રાજસ્થાનના કોટાની સરકારી ગર્લ્સ કોલેજના સમાજશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ડો. જ્યોતિ સિડાનાના નેતૃત્વમાં કરવામાં આવેલી એક નવી સ્ટડી (Study) મુજબ, સોશિયલ મીડિયા પર મળતા લાઈક્સ (Likes), કમેન્ટ્સ (Comments) અને ફોલોઅર્સ (Followers) યુવાનોની માનસિક સેહત (Mental Health) પર ઊંડી અસર પાડી રહ્યા છે.
25 દિવસ સુધી ચાલેલી આ રિસર્ચ (Research) માં 141 વિદ્યાર્થીનીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યું કે 82.9% યુવતીઓએ સ્વીકાર્યું કે તેમની પોસ્ટ પર મળતો પ્રતિસાદ સીધો તેમના મૂડ (Mood) ને અસર કરે છે. અપેક્ષા મુજબ પ્રતિસાદ ન મળતા તેઓ પોતાની જાતને ઓછી મહત્વની સમજવા લાગે છે.
અભ્યાસનો સૌથી ચોંકાવનારો આંકડો એ છે કે 61% યુવતીઓએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર હજારો ફોલોઅર્સ હોવા છતાં તેઓ વાસ્તવિક જીવનમાં એકલતા (Loneliness) અનુભવે છે. આ સિવાય 61% સભ્યો નેગેટિવ કમેન્ટ્સ અને ટ્રોલિંગ (Trolling) ના કારણે માનસિક તણાવ (Stress) નો શિકાર બને છે.
આ ઉપરાંત 48.2% યુવતીઓ નોટિફિકેશન (Notification) આવતા જ તરત જ ફોન ચેક કરે છે, જ્યારે 70% યુવાનો સોશિયલ મીડિયાથી દૂર રહેવા (Digital Detox) માંગે છે પણ કરી શકતા નથી. નિષ્ણાતોના મતે, યુવાનોએ પોતાની ખુશીઓને લાઈક્સ કે કમેન્ટ્સ સાથે ન જોડવી જોઈએ અને પરિવાર તથા મિત્રો સાથે વાસ્તવિક સંબંધો મજબૂત કરવા જોઈએ.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
