NRI

ભારતીય મૂળના વિદ્યાર્થીના 11.99 GPA ના રેકોર્ડ બાદ યુએસ સ્કૂલ ડિસ્ટ્રિક્ટ ગ્રેડિંગ સિસ્ટમ બદલશે

Florida GPA Record | અમેરિકાના ફ્લોરિડામાં એક ભારતીય મૂળના વિદ્યાર્થીએ શિક્ષણ ક્ષેત્રે એક એવો અદ્ભુત અને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે, જેને જોઈને ખુદ સ્કૂલ ડિસ્ટ્રિક્ટ (School District) પણ આશ્ચર્યચકિત થઈ ગયું છે.

ફ્લોરિડાની એક હાઇસ્કૂલના વિદ્યાર્થીએ અભ્યાસમાં અસાધારણ પ્રદર્શન કરીને 11.99 વેઇટેડ ગ્રેડ પોઇન્ટ એવરેજ (Weighted GPA) મેળવ્યા છે. આ આંકડો સ્ટેટ રેકોર્ડ (State Record) સમાન છે.

આ અસામાન્ય અને રેકોર્ડબ્રેક પરિણામ બાદ સ્કૂલ ડિસ્ટ્રિક્ટે તેની વર્ષો જૂની ગ્રેડિંગ સિસ્ટમમાં (Grading System) સંપૂર્ણ ફેરફાર કરવાની જાહેરાત કરવી પડી છે.

લુત્ઝ (Lutz) ખાતે આવેલી સ્ટેઈનબ્રેનર હાઇસ્કૂલના (Steinbrenner High School) વેલેડિક્ટોરિયન (Valedictorian – દીક્ષાંત સમારોહના મુખ્ય વિદ્યાર્થી પ્રવક્તા) વૈભવ ભાસ્કરે (Vaibhav Bhaskar) અગાઉના 11.84 ફ્લોરિડા રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

વૈભવે હાઇસ્કૂલના સામાન્ય અભ્યાસક્રમની સાથે-સાથે અત્યંત કઠિન ગણાતા કોલેજ-લેવલના (College-level) કોર્સ પૂરા કરીને આ સિદ્ધિ મેળવી છે. ભવિષ્યમાં ડ્યુક યુનિવર્સિટીમાં (Duke University) ફાઇનાન્સ અને ઇકોનોમિક્સનો (Finance and Economics) અભ્યાસ કરવા જઈ રહેલા વૈભવે 20થી વધુ એડવાન્સ પ્લેસમેન્ટ (AP – Advanced Placement) કોોર્સ અને 24 ડ્યુઅલ-એનરોલમેન્ટ (Dual-enrollment) કોલેજ ક્લાસ પૂર્ણ કર્યા હતા. તેણે હાઇસ્કૂલનો ડિપ્લોમા મેળવતા પહેલાં જ એસોસિયેટ ડિગ્રી (Associate Degree) પણ મેળવી લીધી હતી.

આ વધારાના અભ્યાસક્રમોને સમય આપવા માટે વૈભવે પોતાના સ્કૂલના લંચ પીરિયડનો (Lunch period) પણ ત્યાગ કર્યો હતો અને વર્ષો અગાઉથી પોતાના શૈક્ષણિક શિડ્યુલનું (Schedule) આયોજન કર્યું હતું.

હિલ્સબરો કાઉન્ટી પબ્લિક સ્કૂલ્સે (Hillsborough County Public Schools) એક એવી વેઇટેડ ગ્રેડિંગ ફોર્મ્યુલાનો (Grading formula) ઉપયોગ કર્યો હતો, જેમાં એડવાન્સ કોોર્સ માટે વધારાના પોઇન્ટ આપવામાં આવતા હતા અને તેની કોઈ ઉપલી મર્યાદા (Upper limit) નક્કી નહોતી.

પરંપરાગત સિસ્ટમમાં સામાન્ય રીતે GPA ની મર્યાદા 5.0 કે 6.0 સુધી મર્યાદિત હોય છે, પરંતુ અહીં કોઈ કેપ (Cap) ન હોવાને કારણે વૈભવનો સ્કોર 11.99 સુધી પહોંચી ગયો હતો.

વૈભવની આ મહેનતના વ્યાપક વખાણ થયા છે, પરંતુ તેની સાથે શૈક્ષણિક જગતમાં એક નવી ચર્ચા પણ શરૂ થઈ છે. અધિકારીઓના મતે, જૂની ફોર્મ્યુલાને કારણે વિદ્યાર્થીઓ વચ્ચે એક બિનઆરોગ્યપ્રદ સ્પર્ધા એટલે કે એક પ્રકારની શૈક્ષણિક ‘આર્મ્સ રેસ’ (Arms Race) શરૂ થઈ ગઈ હતી, જ્યાં વિદ્યાર્થીઓ માત્ર રેન્ક સુધારવા માટે વધુને વધુ ઓનલાઇન અને એડવાન્સ કોોર્સ કરતા હતા. આનાથી વિદ્યાર્થીઓ પર માનસિક તણાવ (Stress) વધતો હતો.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિસ્ટ્રિક્ટે હવે નાના વિદ્યાર્થીઓ માટે એક કેપ્ડ (Capped) અને વધુ સ્ટાન્ડર્ડાઇઝ્ડ (Standardised) ગ્રેડિંગ સિસ્ટમ લાગુ કરી દીધી છે. આ ફેરફારનો અર્થ એ છે કે ભવિષ્યમાં કોઈ પણ વિદ્યાર્થી 12.0 ની નજીક GPA મેળવી શકશે નહીં, જેના કારણે વૈભવ ભાસ્કરનો આ રેકોર્ડ કાયમ માટે અકબંધ રહેશે.

વૈભવે પણ આ ફેરફારને યોગ્ય ગણાવ્યો છે. તેણે જણાવ્યું કે જો આ સ્કોરને સામાન્ય 5.0 ની સ્કેલ પર જોવામાં આવે તો તે આશરે 4.93 ની આસપાસ થાય છે.

ફ્લોરિડા અને જ્યોર્જિયાના (Georgia) અન્ય કાઉન્ટીઝ જેમ કે પામ બીચ (Palm Beach) અને ફોર્સિથ કાઉન્ટી (Forsyth County) માં પહેલેથી જ એવરેજ બેઝ્ડ સિસ્ટમ હોવાથી ત્યાં આવા ડબલ ડિજિટ (Double-digit) સ્કોર શક્ય બનતા નથી. આ ઘટનાએ શાળાઓમાં અભ્યાસના ભારણ અને યોગ્ય મૂલ્યાંકન પદ્ધતિ અંગે એક વૈશ્વિક ચર્ચા જગાવી છે.

Chief Editor

Recent Posts

વ્યવસાયોમાં દીકરીઓના વારસાઈ હક્કોનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં

શું દીકરીઓ તેમના પિતાના જીવનકાળ દરમિયાન કૌટુંબિક સંપત્તિમાં હિસ્સો માંગી શકે છે? લક્ષ્મી વેણુએ બુધવારે…

3 hours ago

કડક સુરક્ષા વચ્ચે કાર્તિગાઈ દીપમ પ્રગટાવાયો

સશસ્ત્ર CRPF જવાનોની કડક સુરક્ષા અને 'વેત્રીવેલ, વીરાવેલ' (ભગવાન મુરુગનના ભાલાનો વિજય થાઓ, ભગવાનના પરાક્રમી…

3 hours ago

फ्रिमोंट में INSAF का थैंक्सगिविंग कार्यक्रम आयोजित, 12 वर्षीय जील ने गीतों से जीता सभी का दिल

कैलिफोर्निया के बे एरिया स्थित INSAF (इंडो अमेरिकन सीनियर्स एसोसिएशन, फ्रिमोंट) की ओर से दिवाली…

1 day ago

ફ્રિમોન્ટમાં INSAFનો થેન્ક્સગિવિંગ કાર્યક્રમ યોજાયો, 12 વર્ષની જીલના ગીતોએ સૌનાં દિલ જીત્યાં

INSAF Thanksgiving | કેલિફોર્નિયાના બે એરિયા સ્થિત INSAF (ઇન્ડો અમેરિકન સિનિયર્સ એસોસિએશન, ફ્રિમોન્ટ) દ્વારા દિવાળી…

2 days ago

ડલાસમાં ભવ્ય અન્નકૂટ

વૈષ્ણવ સંઘ ડલાસ દ્વારા રવિવાર નવેમ્બર ૧૫ના રોજ સાંજે ૪ વાગે ભવ્ય અન્નકૂટ યોજાયો વૈષ્ણવ…

2 days ago

कनाडा में ब्राह्मण समाज द्वारा दिवाली गाला डिनर का आयोजन, 11 प्रतिभाओं को किया गया सम्मानित

Brahmin Samaj of Ontario | कनाडा में भारतीय संस्कृति और परंपराओं को जीवंत रखने तथा…

2 days ago