NRI

મોટેલ મેનેજર ચંદ્ર મૌલીની ઘાતકી હત્યાના કેસમાં પ્રોસિક્યુટર્સ આરોપીને ફાંસીની સજા નહીં માંગે

Capital Murder Case | અમેરિકાના ટેક્સાસ (Texas) રાજ્યમાં ગત વર્ષે બનેલી એક અત્યંત લોહિયાળ અને ચોંકાવનારી ગુનાહિત ઘટનામાં મોટો વળાંક આવ્યો છે.

ડલાસ કાઉન્ટીના પ્રોસિક્યુટર્સે (Prosecutors) કોર્ટને જણાવ્યું છે કે તેઓ ભારતીય મૂળના મોટેલ મેનેજર (Motel Manager) ચંદ્ર મૌલી “બોબ” નાગમલ્લૈયાની (Chandra Mouli “Bob” Nagamallaiah) ઓફિસમાં જ ઘાતકી રીતે ગળું કાપીને હત્યા કરનાર ક્યુબન નાગરિક સામે ફાંસીની સજા એટલે કે મૃત્યુદંડની (Death Penalty) માંગ નહીં કરે.

આ નિર્ણય બાદ, જો આરોપી દોષિત સાબિત થશે તો તેને ફાંસીને બદલે પેરોલ વિના આજીવન કેદની (Life imprisonment without parole) સજા થઈ શકે છે.

આ સપ્ટેમ્બર 2025 ની ઘટનામાં 37 વર્ષીય આરોપી યોર્ડેનિસ કોબોસ-માર્ટિનેઝ (Yordanis Cobos-Martinez) પર કેપિટલ મર્ડરનો (Capital Murder) ચાર્જ લગાવવામાં આવ્યો છે.

ડિફેન્સ લોયર્સે કોર્ટ પાસે સ્પષ્ટતા માંગી હતી કે શું પ્રોસિક્યુશન મૃત્યુદંડની માંગ કરવાનું છે, જેથી તેઓ તે મુજબનો બચાવ પક્ષ તૈયાર કરી શકે. ત્યારબાદ ડલાસ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસે (Dallas County District Attorney’s Office) કેસને નોન-ડેથ-પેનલ્ટી (Non-death-penalty) તરીકે આગળ વધારવાનો નિર્ણય લીધો હતો.

આ ભયાનક હત્યા 10 સપ્ટેમ્બર, 2025 ના રોજ ડલાસના સેમ્યુઅલ બુલવાર્ડ પર આવેલી ‘ડાઉનટાઉન સૂટ્સ’ (Downtown Suites) મોટેલમાં થઈ હતી, જ્યાં ચંદ્ર મૌલી મેનેજર હતા અને આરોપી પણ ત્યાં જ કામ કરતો હતો. ઘટનાના દિવસે મેનેજરે આરોપી કોબોસ-માર્ટિનેઝને એક તૂટેલું વોશિંગ મશીન વાપરવાની ના પાડી હતી.

ભાષાના અવરોધ કારણે અન્ય એક કર્મચારીએ આ વાતનું ભાષાંતર કર્યું હતું. આ સામાન્ય વાત પર આરોપી ગુસ્સે ભરાયો હતો અને ત્યાંથી જઈને એક મોટો મચેટી (Machete – ધારદાર છરો) લઈ આવ્યો હતો.

ચંદ્ર મૌલીએ બચવા માટે મોટેલ ઓફિસ તરફ દોટ મૂકી હતી જ્યાં તેમના પત્ની અને પુત્ર હાજર હતા. પરિવારે વચ્ચે પડીને બચાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, આરોપીએ તેમને ધક્કો મારીને ચંદ્ર મૌલી પર ઘાતકી હુમલો કર્યો અને તેમનું માથું ધડથી અલગ કરી દીધું હતું. ધરપકડના એફિડેવિટ અનુસાર, તે કપાયેલું માથું કચરાપેટીમાં નાખી આવ્યો હતો. પોલીસે તેને ઘટનાસ્થળેથી જ ધરપકડ કર્યો હતો.

મૂળ ભારતના બેંગલુરુના (Bengaluru) વતની ચંદ્ર મૌલી અમેરિકામાં પોતાના પરિવાર સાથે સ્થાયી થયા હતા. આ ઘટનાથી યુએસમાં રહેતા ભારતીય અમેરિકન સમુદાયમાં (Indian American community) ભારે આક્રોશ અને આઘાત ફેલાયો હતો.

આ કેસ ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે ઇમિગ્રેશન સત્તાવાળાઓએ ખુલાસો કર્યો કે ક્યુબાના નાગરિક એવા આરોપીને અગાઉ ડિપોર્ટ કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ક્યુબાએ સ્વીકારવાની ના પાડતા તે અમેરિકામાં જ રહ્યો હતો. હાલ આ કેસ ડલાસ કાઉન્ટી કોર્ટમાં પેન્ડિંગ છે અને ટ્રાયલની તારીખ જાહેર થવાની બાકી છે.

Chief Editor

Recent Posts

વ્યવસાયોમાં દીકરીઓના વારસાઈ હક્કોનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં

શું દીકરીઓ તેમના પિતાના જીવનકાળ દરમિયાન કૌટુંબિક સંપત્તિમાં હિસ્સો માંગી શકે છે? લક્ષ્મી વેણુએ બુધવારે…

3 hours ago

કડક સુરક્ષા વચ્ચે કાર્તિગાઈ દીપમ પ્રગટાવાયો

સશસ્ત્ર CRPF જવાનોની કડક સુરક્ષા અને 'વેત્રીવેલ, વીરાવેલ' (ભગવાન મુરુગનના ભાલાનો વિજય થાઓ, ભગવાનના પરાક્રમી…

4 hours ago

फ्रिमोंट में INSAF का थैंक्सगिविंग कार्यक्रम आयोजित, 12 वर्षीय जील ने गीतों से जीता सभी का दिल

कैलिफोर्निया के बे एरिया स्थित INSAF (इंडो अमेरिकन सीनियर्स एसोसिएशन, फ्रिमोंट) की ओर से दिवाली…

1 day ago

ફ્રિમોન્ટમાં INSAFનો થેન્ક્સગિવિંગ કાર્યક્રમ યોજાયો, 12 વર્ષની જીલના ગીતોએ સૌનાં દિલ જીત્યાં

INSAF Thanksgiving | કેલિફોર્નિયાના બે એરિયા સ્થિત INSAF (ઇન્ડો અમેરિકન સિનિયર્સ એસોસિએશન, ફ્રિમોન્ટ) દ્વારા દિવાળી…

2 days ago

ડલાસમાં ભવ્ય અન્નકૂટ

વૈષ્ણવ સંઘ ડલાસ દ્વારા રવિવાર નવેમ્બર ૧૫ના રોજ સાંજે ૪ વાગે ભવ્ય અન્નકૂટ યોજાયો વૈષ્ણવ…

2 days ago

कनाडा में ब्राह्मण समाज द्वारा दिवाली गाला डिनर का आयोजन, 11 प्रतिभाओं को किया गया सम्मानित

Brahmin Samaj of Ontario | कनाडा में भारतीय संस्कृति और परंपराओं को जीवंत रखने तथा…

2 days ago