Fake Currency Racket | અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) સુરતના કહેવાતા યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા (Pradeep Jotangia) અને તેના સાગરીતો દ્વારા ચલાવવામાં આવતા કરોડો રૂપિયાના નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. તપાસમાં પાકિસ્તાન (Pakistan) પ્રેરિત આર્થિક આતંકવાદ એટલે કે ‘ઇકોનોમિક ટેરર’ (Economic Terror) ની આશંકા સેવાઈ રહી છે.
યોગ ફાઉન્ડેશનની આડમાં ખેલ: આરોપી પ્રદીપ જોટાંગિયા ‘શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન’ (Yog Foundation) ના નામે આ નેટવર્ક ચલાવતો હતો. છેલ્લા ત્રણ મહિનામાં અંદાજે ₹3 કરોડની નકલી નોટો બજારમાં ફરતી કરી હોવાનું બહાર આવ્યું છે.
AI અને આધુનિક ટેકનોલોજી: આરોપીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence) ની મદદથી અસલી નોટો સ્કેન કરી, તેના સીરીયલ નંબર બદલીને આબેહૂબ નકલી નોટો છાપતા હતા. પોલીસે ₹500 ના દરની 15,600 નકલી નોટો જપ્ત કરી છે.
ચીનથી આવતો કાગળ: નકલી નોટ (Fake Currency) છાપવા માટે વપરાતો ખાસ પ્રકારનો કાગળ ચીન (China) થી મંગાવવામાં આવતો હોવાની વિગતો મળી છે. આ કાગળમાં RBI નો લોગો અને ભારતનું નામ પહેલેથી જ હોવાની શક્યતા છે.
કેન્દ્રીય એજન્સીઓની એન્ટ્રી: આ કૌભાંડમાં આંતરરાષ્ટ્રીય લિંક્સ જણાતા NIA અને R&AW જેવી એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. તપાસમાં આરોપીઓના બેંક ખાતા, IT રિટર્ન અને ફોન કોલ ડિટેલ્સ (CDR) ની ઉંડી તપાસ કરવામાં આવશે.
Airlines Demand Fare Hike | જો તમે ફ્લાઈટમાં (Flight) મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા…
US Lifts Iran Oil Sanctions | અમેરિકા અને ઈઝરાયેલ (Israel) વચ્ચે ચાલી રહેલા તણાવ અને મિડલ…
છેલ્લા કેટલાક સમયથી 'ડિજિટલ અરેસ્ટ' (Digital Arrest) ના નામે નિર્દોષ લોકોને લૂંટવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો…
Income Tax Rules 2026 | સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા 'ઇન્કમ ટેક્સ નિયમ 2026'…
Oil Field Firefighting | ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા સંઘર્ષમાં હવે તેલ અને…
Dhurandhar-2 Highest Bollywood Opener 2026 | બોલિવૂડ સુપરસ્ટાર (Bollywood Superstar) રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ…