Dwarka Airport Survey | દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લામાં યાત્રાધામ દ્વારકા નજીક એરપોર્ટ (Airport) બનાવવા માટેની હિલચાલ તેજ થઈ છે. વસઈ, મેવાસા અને ગઢેચી એમ ત્રણ ગામોની કુલ 800 એકરથી વધુ જમીન પર વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક સર્વે (Primary Survey) હાથ ધરવામાં આવ્યો છે.
પ્રાંત અધિકારી (Prant Officer), મામલતદાર અને રેવન્યુ ટીમ (Revenue Team) દ્વારા સ્થળ મુલાકાત લઈને જમીનની ચકાસણી કરવામાં આવી હતી. આ સમાચાર મળતા જ સ્થાનિક ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખેડૂતોનું કહેવું છે કે આ જમીન અત્યંત ફળદ્રુપ (Fertile Land) હોવાથી તેઓ એરપોર્ટ માટે જમીન આપવાનો વિરોધ (Protest) કરશે.
પરિસ્થિતિને જોતા પ્રાંત અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે, “આ માત્ર શરૂઆતનો સર્વે છે અને તેનો રિપોર્ટ (Report) સરકારને સોંપવામાં આવશે.” તંત્રએ ખેડૂતોને અફવાઓથી દૂર રહેવા અને કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પહેલા તેમની સાથે ચર્ચા (Discussion) કરવાની ખાતરી આપી છે. આગામી સમયમાં આ પ્રોજેક્ટને લઈને સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…